Kheda Rain News: નડિયાદમાં વરસાદે ધબધબાટી બોલાવી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
નડિયાદમાં સોમવારે રાત્રે ભારે વરસાદ અને પવનને કારણે શહેર પાણીમાં ગરકાવ થયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડભાણ રોડ પર કલેક્ટર કચેરી નજીક ડ્રેનેજ કામગીરી વચ્ચે ભૂવો પડવાથી અવરજવર પ્રભાવિત થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા JCB દ્વારા ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેણે શહેરના વિકાસકાર્યોની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.
Advertisement
Kheda Rain News: નડિયાદ શહેરમાં સોમવારની રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી હતી. ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે સમગ્ર શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

