Kheda: સિંજીવાડામાં થયેલા ફૂડ પોઈઝનિંગ મામલે મોટો ખુલાસો, સરપંચ અને આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
- Kheda ના સિંજીવાડામાં લગ્ન પ્રસંગે થયેલ ફૂડ પોઈઝનિંગમાં નવો ખુલાસો
- દૂષિત પાણીના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું આવ્યુ સામે
- સેમ્પલ લીધેલા પાણીમાંથી ઈ-કોલાઈ બેક્ટેરિયા મળ્યા
Kheda: ખેડા જિલ્લાના માતર (Matar) તાલુકાના સિંજીવાડા (Sinjiwada) ગામમાં તાજેતરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડવાની ઘટના સામે આવી હતી. આ પ્રસંગમાં હાજર રહેલા મહેમાનો અને ગ્રામજનોએ ભોજન લીધાના થોડા જ સમયમાં ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જોતજોતામાં બીમાર લોકોનો આંકડો 250 ને પાર કરી ગયો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક આરોગ્ય વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું અને અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Kheda: આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલિંગ અને લેબ રિપોર્ટ
આ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વી. એ. ધ્રુવે (CDHO Dr. V. A. Dhruve) ની આગેવાની હેઠળ તપાસ તેજ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ફૂડ પોઈઝનિંગ પાછળ ભોજનમાં પીરસવામાં આવેલી વાનગીઓ જવાબદાર હોવાનું મનાતું હતું. ડૉ. ધ્રુવેના જણાવ્યા મુજબ, આરોગ્ય વિભાગની ટીમે લગ્ન પ્રસંગમાં વપરાયેલા ગાજરનો હલવો (Carrot Halwa), આઈસ્ક્રીમ (Ice Cream) અને પીવાના પાણી (Drinking Water) ના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ્સને અમદાવાદ (Ahmedabad) ની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે આ લેબ રિપોર્ટ જાહેર થયો છે, જેમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં દૂષિત પાણી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. લગ્નનું જમણવાર પણ આ જ પાણીથી બનાવાયું હોવાનું કેહવાઈ છે.
Kheda: પાણીમાં મળ્યા ઘાતક ઈ-કોલાઈ બેક્ટેરિયા
અમદાવાદની લેબના રિપોર્ટમાં સામે આવ્યું છે કે લગ્ન પ્રસંગમાં વપરાયેલું પીવાનું પાણી અત્યંત દૂષિત (Contaminated) અને પીવાલાયક ન હતું. સૌથી ગંભીર બાબત એ છે કે પાણીના નમૂનામાં ઈ-કોલાઈ (E. Coli) નામના જોખમી બેક્ટેરિયા મળી આવ્યા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઈ-કોલાઈ બેક્ટેરિયા ત્યારે જ જોવા મળે છે જ્યારે પીવાના પાણીમાં માનવ મળ કે ગટરના નિકાસનું પાણી ભળતું હોય. આ બેક્ટેરિયા માનવ શરીરમાં પ્રવેશતા જ પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિ સર્જે છે.
ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળ્યું: તંત્રની બેદરકારી?
તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ગટરનું (Drainage) ગંદુ પાણી મિક્સ થવાને કારણે આ આખી ઘટના બની હતી. સિંજીવાડા (Sinjiwada) ગામના સરપંચ મનોજસિંહ રાઠોડ (Manojsinh Rathod) ના જણાવ્યા મુજબ, પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી શુદ્ધ છે, પરંતુ ગામના પરા વિસ્તાર (Outskirt Area) માં પાણી પુરવઠા વિભાગ (Water Supply Department) દ્વારા જે પાણી આપવામાં આવે છે તેમાં ક્ષતિ છે. સરપંચે વધુમાં જણાવ્યું કે, પરા વિસ્તારમાં જતી પાણીની પાઈપલાઈન અંદાજે 5 થી 6 વાર મોટી ગટરમાંથી પસાર થાય છે. આ લાઈનમાં ઠેર-ઠેર લીકેજ (Leakage) હોવાથી ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી જાય છે. આ દૂષિત પાણી લગ્ન પ્રસંગમાં વપરાતા મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad: નડિયાદની સ્કૂલના આચાર્ય અમદાવાદની હોટલમાંથી પકડાયા! મહિલાના ગંભીર આરોપ
અગાઉની ફરિયાદો છતાં તંત્ર ઘોર નિદ્રામાં
આ ઘટનામાં સૌથી વધુ આક્રોશ તંત્રની બેદરકારીને લઈને જોવા મળી રહ્યો છે. સરપંચ મનોજસિંહ રાઠોડે દાવો કર્યો છે કે તેમણે આ જર્જરિત પાઈપલાઈન અને ગંદા પાણીની સમસ્યા અંગે અગાઉ અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટર (Collector) અને મુખ્યમંત્રી (Chief Minister) સુધી લેખિતમાં ફરિયાદો મોકલી હતી, છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો વહીવટી તંત્રએ સમયસર ધ્યાન આપ્યું હોત, તો આજે 250 થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા ન હોત. હાલમાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર આ મામલે આગળની કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Kheda: સિંજીવાડામાં લગ્ન પ્રસંગ બીમારીમાં ફેરવાયો! 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં સર્વે હાથ ધરાયો
આ પણ વાંચોઃ Dakor: સ્ટેજ પ્રોગ્રામ અને Dj પર પ્રતિબંધ, હોળી પૂનમની તૈયારીઓને લઈ મોટા નિર્ણય, જાણો વધુ


