kheda: કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બન્યા વિદ્યાર્થીઓ, ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
- khedaજિલ્લામાં કોન્ટ્રાક્ટ એજન્સીઓના કારણે શિક્ષણને અસર
- Thasra ની જાખેડ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી
- વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસી કરી રહ્યા છે અભ્યાસ
- ટેન્ડર રાખનાર એજન્સીએ કામ શરૂ ન કરતા મુશ્કેલી
- જર્જરિત ઓરડાને પાડી ત્યાં નવા ઓરડા મંજુર કરવા માંગણી
- પ્રાથમિક શાળાના 7 પૈકી બે ઓરડા તોડી પાડ્યા, પાંચ જર્જરિત
- બે ઓરડાના કામ વહેલી તકે શરૂ કરવા પણ માંગણી
- એજન્સીઓએ 128 કામો નથી શરૂ કર્યા: ડીપીઓ
kheda:હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ખેડા જીલ્લામાં વિદ્યાર્થી ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર બન્યા છે. જેથી શિક્ષણ વિભાગની કામગીરી અને કોન્ટ્રાક્ટર એજન્સીઓની ઘોર બેદરકારીના કારણે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ઠાસરા(Thasra) તાલુકાની જાખેડ પ્રાથમિક શાળા(Jakhed Primary School)માં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં શાળાના ઓરડાઓ જર્જરિત હોવા છતાં ટેન્ડર રાખનાર એજન્સીએ કામ શરૂ ન કરતાં વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
છત ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ
જાખેડ પ્રાથમિક શાળામાં કુલ સાત ઓરડાઓ હતા, જેમાંથી બે ઓરડાને અત્યંત જર્જરિત હોવાથી તોડી પાડવામાં આવ્યા છે. જોકે, નવા ઓરડાના નિર્માણ માટેનું ટેન્ડર એક કોન્ટ્રાક્ટર એજન્સીને આપવામાં આવ્યું હતું, પરંતુ લાંબો સમય થવા છતાં એજન્સીએ બાંધકામનું કામ શરૂ કર્યું નથી. બાકીના પાંચ ઓરડાઓ પણ જર્જરિત હાલતમાં છે અને છત ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ છે. પરિણામે નાના બાળકોને તાપ કે ઠંડીમાં ખુલ્લા મેદાનમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. શાળાના સંચાલકો અને વાલીઓ દ્વારા વહેલી તકે આ બે ઓરડાના કામ શરૂ કરવાની અને બાકીના પાંચ જર્જરિત ઓરડાને પણ તોડી પાડીને નવા ઓરડા મંજૂર કરવાની માગણી કરવામાં આવી છે.
Kheda | કોન્ટ્રાક્ટ એજન્સીઓના કારણે વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર ! | Gujarat First
Kheda જિલ્લામાં કોન્ટ્રાક્ટ એજન્સીઓના કારણે શિક્ષણને અસર
Thasra ની Jakhed Primary School માં વિદ્યાર્થીઓને ભારે હાલાકી
વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસી કરી રહ્યા છે અભ્યાસ
ટેન્ડર રાખનાર… pic.twitter.com/YAzz4haFbt— Gujarat First (@GujaratFirst) November 29, 2025
461 ઓરડાની અછત સામે 128 કામો અટવાયા
kheda જિલ્લામાં જર્જરિત ઓરડાઓની સમસ્યા અને કોન્ટ્રાક્ટર એજન્સીઓની અનિયમિતતા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (ડીપીઓ) પરેશ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જર્જરિત ઓરડાને લઈને ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં કુલ 461 ઓરડાની અછત હતી, જેમાંથી મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, ડીપીઓ વાઘેલાએ એજન્સીઓની બેદરકારીની વાત પણ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે, મંજૂર થયેલા ઓરડાઓના કામો પૈકી 128 કામો એવા છે જે એજન્સીઓએ હજી સુધી શરૂ જ નથી કર્યા. આ જ કારણ છે કે ઠાસરાની જાખેડ જેવી શાળાઓમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.
તંત્ર સામે ગંભીર સવાલો
kheda જિલ્લા શિક્ષણ વિભાગ એક તરફ ઓરડાની અછત પૂરી પાડવાનો દાવો કરે છે, પરંતુ બીજી તરફ કોન્ટ્રાક્ટર એજન્સીઓના કારણે સેંકડો બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. એક પ્રાથમિક શાળામાં બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બને અને શિક્ષણ વિભાગ એજન્સીઓ પર કોઈ નક્કર કાર્યવાહી ન કરી શકે, તે તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. વહેલી તકે આ એજન્સીઓ સામે કડક પગલાં લેવાય અને વિદ્યાર્થીઓ સુરક્ષિત ઓરડામાં બેસીને અભ્યાસ કરી શકે તે સમયની તાતી જરૂરિયાત છે.
આ પણ વાંચોઃ Kheda: હૈજરાબાદ પંચાયતમાં દાખલા માટે 100 વસૂલાતા હોવાના આક્ષેપ, ગ્રામજનો સરપંચ પર રોષે ભરાયા


