Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital : ગ્રામજનોમાં રોષ, પૂર્વ DyCM નીતિન પટેલ હોસ્પિટલ પહોંચ્યા, બેઠકોનો દોર શરૂ!

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદ મામલે લોકોમાં રોષ, ઘટનાને ઊભા કર્યાં અનેક સવાલ
khyati hospital   ગ્રામજનોમાં રોષ  પૂર્વ dycm નીતિન પટેલ હોસ્પિટલ પહોંચ્યા  બેઠકોનો દોર શરૂ
Advertisement
  1. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદ મામલે મોટા સમાચાર (Khyati Hospital)
  2. સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ
  3. પૂર્વ DYCM નીતિન પટેલ હોસ્પિટલ પહોંચ્યા, બેઠકોનો દોર શરૂ!

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ ભારે વિવાદમાં સપડાઈ છે. મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં (Kadi) આવેલા બોરિસણા ગામનાં 19 લોકોની હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી (Angiography) કરવામાં આવી હતી. જે પૈકી 2 દર્દીઓનું મોત નીપજ્યું હતું. આ મામલે ગ્રામજનો દ્વારા ભારે રોષ વ્યક્ત કરી હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને સંચાલકો સામે કાર્યવાહીની માગ કરી છે. આ ઘટનાને પગલે પૂર્વ DYCM નીતિન પટેલે હોસ્પિટલ પહોંચ્યા હતા. બીજી તરફ મહેસાણા કડીનાં બોરીસણા (Borisana) ગામમાં ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પણ પહોંચી છે.

Advertisement

આ મામલે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે : નીતિન પટેલ

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાનાં બે દર્દીઓનાં મોત બાદ ભારે હોબાળો થયો છે. માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં પૂર્વ DYCM નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) પહોંચ્યા હતા. દરમિયાન, તેમણે કહ્યું હતું કે, આ મામલે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે. ઓપરેશન કર્યા પછી પણ દર્દીનું મૃત્યુ થવું ખૂબ ગંભીર વાત છે. જો કે, અન્ય તમામ દર્દીઓની તબિયત સારી છે. નીતિન પટેલે આગળ કહ્યું કે, કેટલાક દર્દી પરિજનોને પણ સાથે નહોતા લાવ્યા. ફક્ત સારવાર માટે આવ્યા હોવાની સમજથી આવ્યા હતા. બીજી તરફ એવા પણ અહેવાલ છે કે પૂર્વ DYCM નીતિન પટેલ (Nitin Patel), દેવાંગ દાણી અને હોસ્પિટલનાં ડોક્ટરની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત પણ હાજર રહ્યા હતા.

Advertisement

હોસ્પિટલ સામે ગ્રામજનોનાં ગંભીર આક્ષેપ

મૃતક દર્દીનાં પરિવારજનો અને ગ્રામજનોનો આરોપ છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકાનાં બોરીસણા ગામમાં 10 નવેમ્બરનાં રોજ ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ફ્રી મેડિકલ કેમ્પમાં (Free Medical Camp) 80 જેટલા લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે પૈકી 19 લોકોને વધુ સારવાર માટે અને અમદાવાદ આવીને ઓપરેશન કરાવવાનું કહેવાયું હતું. આથી, બોરીસણા ગામથી 19 દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) લવાયા હતા. દર્દીનાં સગાઓનો આરોપ છે કે, હોસ્પિટલે પરિવાજનોને કોઈ પણ જાણ કર્યા વગર જ 19 લોકોની એન્જિયોગ્રાફી (Angiography) કરી દીધી હતી. જે પૈકી સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓનાં મોત થયા હતા.

આ પણ વાંચો - khyati Hospital કાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા...

ગુજરાત ફર્સ્ટની ટીમ બોરીસણા ગામ પહોંચી

આ મામલે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ બોરીસણા ગામ પહોંચી હતી અને પીડિતો સાથે વાત કરી હતી. પીડિતોનો હોસ્પિટલ સામે આરોપ છે કે મૃતકોનાં આયુષ્માન કાર્ડમાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે. હોસ્પિટલ સંચાલક સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ ઊગ્ર માગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું કે, 19 પૈકી અન્ય 4 દર્દીઓની હાલત હાલ પણ ગંભીર છે. માત્ર પૈસા અને સરકારી યોજનાનાં લાભ માટે કેમ્પ યોજ્યો હોવાનો આરોપ લોકો લગાવ્યો હતો. જણાવી દઈએ કે, 7 લાભાર્થીઓનાં ઓપરેશન કરવામાં આવ્યા, જેમાં 2 ના મોત નીપજ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોઈ ગુજરાત ફર્સ્ટની ટીમ બોરીસણા ગામમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં ખડેપગે છે અને પળેપળની માહિતી દર્શકો સુધી પહોંચાડી રહી છે. ત્યારે આ હચમચાવતી ઘટના બાદ અનેક સવાલ પણ ઊભા થયા છે.

આ પણ વાંચો - Ahmedabad : સરકારી યોજનામાંથી રૂપિયા ખંખેરવાનો હોસ્પિટલનો કારસો! 2 દર્દીનાં મોતથી હોબાળો

સવાલ તો પૂછાશે જ!

> ખ્યાતિ હોસ્પિટલમાં નાણાંની ખાયકી માટે મોતનો ખેલ?
> PMJAY હેઠળ રૂપિયા રળી લેવા લોકોનો જીવ લેશો?
> ફ્રી કેમ્પ કરીને પછી PMJAYના નામે કેટલા રૂપિયા રળ્યા?
> શું આવી હોસ્પિટલોને ગરીબોનાં જીવની નથી કોઈ કિંમત?
> શું આવી હોસ્પિટલ નોટોનાં બંડલનાં ત્રાજવે મૂકે છે ગરીબોનો જીવ?
> કોઈની લાશ પર રૂપિયા રળી લેવાનો ચાલે છે ખતરનાક ખેલ?
> ફ્રી કેમ્પનાં નામે કેટલી હોસ્પિટલ ચલાવે છે આ પ્રકારનો ધંધો?
> શું મોતનાં સ્ટેન્ટ નાખીને ચલાવાય છે મોતનો સરેઆમ વેપલો?
> શું ખ્યાતિ હોસ્પિટલનાં સંચાલકોને છે નેતાઓની છત્રછાયા?
> શું નોટાનાં બંડલનાં ભાર તળે ચાલે છે 'ખ્યાતિ' માં મોતનો ખેલ?

આ પણ વાંચો - Tapi : ગમખ્વાર અકસ્માત! સિનોદ ગામની સીમમાં લક્ઝરી બસ પલટી, મહિલાનું મોત, 18 ઘવાયા

Tags :
Advertisement

.

×