Khyati hospital : 'કાંડ' બાદ અટ્ટહાસ્ય કરતો ડાયરેક્ટર ચિરાગ રાજપૂત આખરે સકંજામાં, 5 આરોપીની ધરપકડ
- Khyati hospital નો ડાયરેક્ટર આખરે પોલીસ સકંજામાં
- બે લોકોનાં મોત બાદ પણ મીડિયા સામે હસતો હતો ચિરાગ રાજપૂત
- ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી ડાયેક્ટર સહિત 5 આરોપી ઝબ્બે
રાજ્યમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં (Khyati hospital) મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ગઈકાલે મોડી રાત્રે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સહિત 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે. ખ્યાતિકાંડ ઊજાગર થયા બાદ ડાયરેક્ટર ચિરાગ રાજપૂત (Director Chirag Rajput) મીડિયા સમક્ષ કોઈ પણ ચિંતા વગર અટ્ટહાસ્ય કરતો નજરે પડ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CID ની તવાઈ! અનેક ઓફિસોમાં એક સાથે દરોડા
Ahmedabad Khyati Hospital 'કાંડ'ના પાંચ આરોપી ઝડપાયા
Ahmedabad Crime Branch નું સૌથી મોટું ઓપરેશન
આરોપીઓની ધરપકડ મુદ્દે JCP શરદ સિંઘલનું નિવેદન
“ખ્યાતિ હોસ્પિટલની આવક 70% સરકારી યોજનામાંથી હતી”@GujaratPolice @CMOGuj @sanghaviharsh #Gujarat #Ahmedabad #KhyatiHospitalKand… pic.twitter.com/yvvpj3es17— Gujarat First (@GujaratFirst) November 26, 2024
કપડવંજનાં ઉકરડીનાં મુવાડામાંથી 5 આરોપી ઝડપાયા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં (Khyati hospital) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી હોસ્પિટલનાં ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીનાં આધારે ગઈકાલે મોડી રાત્રે ખેડા (Kheda) જિલ્લાનાં કપડવંજ (Kapadvanj) તાલુકામાં આવેલા ઉકરડીનાં મુવાડામાં આવેલા એક મકાનમાં તપાસ કરી હતી, જ્યાંથી આ 5 આરોપી પકડાયા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી એકની ઓળખ ખ્યાતિ હોસ્પિટલનાં ડાયરેક્ટર ચિરાગ રાજપૂત તરીકે થઈ હતી. તમામ આરોપીઓને અમદાવાદ લવાયા છે.
આ પણ વાંચો - Gujarat Politics : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ અને સરદારધામ મુદ્દે ડો. યજ્ઞેશ દવેએ આપ્યું મોટું નિવેદન!
Ahmedabad Khyati Hospital ને લઈ સૌથી મોટા સમાચાર
ખ્યાતિ'કાંડ'ના નાસતા ફરતા પાંચ આરોપી ઝડપાયા
Ahmedabad Crime Branch નું સૌથી મોટું ઓપરેશન
Khedaના Kapadvanj નજીક ફાર્મહાઉસમાંથી ઝડપાયા આરોપી
ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર Chirag Rajput ઝડપાયો@GujaratPolice @CMOGuj @sanghaviharsh… pic.twitter.com/3x88imYkJ8— Gujarat First (@GujaratFirst) November 26, 2024
પાંચેય છેલ્લા બે દિવસથી માત્ર રાતે સૂવા માટે અહીં આવતા હતા : મકાન માલિક
માહિતી અનુસાર, જે મકાનમાં આરોપીઓ છુપાયા હતા તે મકાનનાં માલિકે કહ્યું કે, પાંચેય છેલ્લા બે દિવસથી માત્ર રાતે સૂવા માટે અહીં આવતા હતા. દિવસ દરમિયાન આરોપીઓ ક્યાં જતા હતા તેની મકાન માલિકને જાણ નથી. મકાન માલિકે એવું પણ કહ્યું કે, આ પાંચેય વ્યક્તિ આરોપી છે તેવું પણ તેમને જાણ નહોતી. નોંધનીય છે, જ્યારે ખ્યાતિનું ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું ત્યારે ડાયરેક્ટર ચિરાગ રાજપૂત (Director Chirag Rajput) મીડિયા સમક્ષ અટ્ટહાસ્ય કરતો નજરે પડ્યો હતો. ચિરાગ રાજપૂતને જાણે કોઈ ચિંતા-શોક-અફસોસની લાગણી ન હોય તેમ તે હંસી રહ્યો હતો. જો કે, હવે પોલીસનાં સકંજામાં આવી હતા ચિરાગ રાજપૂતનાં 'મોતિયા મરી ગયા'! હોય તેમ તેમના ચહેરા પર દેખાઈ રહ્યું હતું. જે તે સમયે અટ્ટહાસ્ય કરતો ચિરાગ રાજપૂત પોલીસ સકંજામાં શીશ ઝૂકાવીને ઊભો હતો. ખાખીની પકડમાં ચિરાગ રાજપૂતની તમામ હેકડી નીકળી ગઈ છે. જો કે, આ કેસમાં અન્ય આરોપી હજું પણ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો - Morbi : હળવદમાં BJP આગેવાન જુગાર રમતા ઝડપાયા! 18 આરોપીની ધરપકડ, 2 ફરાર જાહેર