Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital : સંચાલકો પર વધી ભીંસ! વધુ એક ફરિયાદ નોંધાઈ, 1 ડોક્ટરની ધરપકડ

ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' મામલે (Khyati Hospital) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ નોંધવામાં આવી છે.
khyati hospital   સંચાલકો પર વધી ભીંસ  વધુ એક ફરિયાદ નોંધાઈ  1 ડોક્ટરની ધરપકડ
Advertisement
  1. Ahmedabad ની Khyati Hospital 'કાંડ' માં વધુ એક ફરિયાદ
  2. સોલા સિવિલ હોસ્પિટલનાં CDMO એ પણ નોંધાવી ફરિયાદ
  3. ભોગ બનનાર પીડિત પરિવારનાં બે સભ્ય સહિત હવે કુલ 3 ફરિયાદ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં (Khyati Hospital) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલનાં સંચાલકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનારા પીડિત પરિવારના બે સભ્યો બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલનાં CDMO દ્વારા ફરિયાદ નોંધાવતા કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે. આ મામલામાં પોલીસે ડૉ. પ્રશાંત વજિરાણીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - Khyati Hospital : 'મોતનાં ખેલ' બાદ મેડિકલ માફિયાઓનો થશે પર્દાફાશ! UN મહેતામાં તમામ દર્દીઓની તપાસ

Advertisement

Advertisement

સોલા સિવિલ હોસ્પિટલનાં CDMO એ પણ નોંધાવી ફરિયાદ

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા (Mehsana) જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. ત્યારે, સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. માહિતી અનુસાર, ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' મામલે (Khyati Hospital) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ નોંધવામાં આવી છે. ભોગ બનનારા પીડિત પરિવારના બે સભ્યો બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલનાં (Sola Civil Hospital) CDMO દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કાર્યવાહી કરીને ડૉ. પ્રશાંત વજિરાણીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - Khyati Hospital : 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો છતાં ડાયરેક્ટરને અફસોસ નથી! 'બેખોફ હસી' સાથે કહ્યું- અમારી પાસે દર્દીઓનાં..!

ડો. સંજય પટોડિયાની રાજકોટમાં પણ હોસ્પિટલ!

માહિતી અનુસાર, ખ્યાતિ હોસ્પિટલનાં (Khyati Hospital) ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડૉ. વજિરાણી, ડૉ. સંજય પાટોડિયા, રાજશ્રી કોઠારી અને ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ એવી માહિતી મળી છે કે ખ્યાતિ હોસ્પિટલનાં ડો. સંજય પાટોડિયાની રાજકોટમાં (Rajkot) પણ એક હોસ્પિટલ છે. ડો. સંજય પટોડિયા વિદ્યાનગર મેન રોડ પર 'ન્યૂ લાઇફ' હોસ્પિટલ ધરાવે છે. આજે ડો. સંજય પાટોડિયા 6 જેટલા ઓપરેશન કરવાનાં હતા, જે તમામ રદ કરવામાં આવ્યા છે. સાથે જ OPD પણ રદ કરવામાં આવી છે. આ મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા હોસ્પિટલનાં મેડિકલ સ્ટાફ સાથે વાત કરવાની કોશિશ કરી તો સ્ટાફ કંઈ પણ કહેવા ત્યાર નહોતો. સાથે જ હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર ગઈકાલથી ફોન ઉઠાવી રહ્યા નથી. તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે.

આ પણ વાંચો - Gandhinagar : સચિવાલયનાં ક્લાસ-2 અધિકારીની 'ગંદી બાત' વાઇરલ! સો. મીડિયા પર યુવતીઓનું કરતો હતો શોષણ!

Tags :
Advertisement

.

×