ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khyati Hospital Scam : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સંજય પટોળિયાની કરી ધરપકડ

ધરપકડ પહેલા જ સંજય પટોળિયાએ આગોતરા જામીનની અરજી કરી હતી.
09:36 AM Dec 04, 2024 IST | Vipul Sen
ધરપકડ પહેલા જ સંજય પટોળિયાએ આગોતરા જામીનની અરજી કરી હતી.
  1. Khyati Hospital Scam ને લઈને મોટા સમાચાર
  2. 'ખ્યાતિકાંડ' નાં આરોપી ડો. સંજય પટોળિયાની ધરપકડ
  3. સંજય પટોળિયાએ આગોતરા જામીનની અરજી કરી હતી

અમદાવાદનાં 'ખ્યાતિકાંડ'ને લઈને (Khyati Hospital Scam) મોટા સમાચાર આવ્યા છે. 'ખ્યાતિકાંડ' નાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આરોપી સંજય પટોળિયાની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ધરપકડ પહેલા જ સંજય પટોળિયાએ આગોતરા જામીનની અરજી કરી હતી.

આ પણ વાંચો - Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકી સામેની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા!

'ખ્યાતિકાંડ' નાં આરોપી ડો. સંજય પટોળિયાની ધરપકડ

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપી ડો. સંજય પટોળિયાની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યા બાદથી ડાયરેક્ટર ડો. સંજય પટોળિયા (Dr. Sanjay Patoliya) ફરાર હતો. જો કે, હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ઝડપી લીધો છે. જણાવી દઈએ કે, ધરપકડ પહેલા જ ડો. સંજય પટોળિયાએ આગોતરા જામીન અરજી કરી હતી, જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (Ahmedabad Rural Court) ફગાવી હતી.

આ પણ વાંચો - Kheda : અમદાવાદ-વડોદરા એકસ્પ્રેસ વે પર મોતની ચિચિયારીઓ ગુંજી! કારમાં સવાર 5 પૈકી 3 નાં મોત

અગાઉ આ આરોપીઓની થઈ હતી ધરપકડ

આ પહેલા આ કેસમાં ડો. પ્રશાંત વજિરાણીની (Dr. Prashant Vajrani) ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીનાં આધારે ખેડા (Kheda) જિલ્લાનાં કપડવંજ (Kapadvanj) તાલુકામાં આવેલા ઉકરડીનાં મુવાડામાં આવેલા એક મકાનમાં તપાસ કરી ડાયરેક્ટર ચિરાગ રાજપૂત (Chirag Rajput), મિલિંદ પટેલ, પ્રતિક અને પંકિલની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી રાહુલ જૈન ઉદયપુરમાંથી ઝડપાયો હતો. આરોપી ડો. સંજય સંજય પટોળિયાની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા તેવી વકી છે.

આ પણ વાંચો - આ વર્ષે Flower Show નું બટેજ વધી જશે, આશરે 17થી 18 કરોડના ખર્ચે ફ્લાવર શો થશે

Tags :
AhmedabadAhmedabad Crime BranchAhmedabad PoliceAhmedabad Rural Sessions CourtAhmedabad's Khyati Hospital 'scandal'Anticipatory BailBreaking News In GujaratiCEO Chirag RajputCrime BranchDR. Prashant VajraniDr. Rajshree KothariGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarat Medical CouncilGujarati breaking newsGujarati NewsKhyati Hospital scandalLatest News In GujaratiNews In GujaratiSanjay Patoliya
Next Article