Khyati Hospital Scam : ડો. પ્રશાંત સામે GMC ની કડક કાર્યવાહી, તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો
- ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' મામલે વધુ મહત્ત્વનાં સમાચાર (Khyati Hospital Scam)
- ડૉ. પ્રશાંત વજિરાણીનું MBBS, MS, DNB નું લાઇસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
- ક્રાઇમ બ્રાન્ચ CEO ચિરાગ રાજપૂત સહિત આરોપીઓને લઈ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી
- મેડિકલ કેમ્પ સિવાય પણ એકલ-દોકલ દર્દીઓની સારવાર પણ શંકાનાં દાયરામાં
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે મોટી કાર્યવાહી કરી ડૉ. પ્રશાંત વજિરાણીનું MBBS, MS અને DNB નું લાઇસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં કેમ્પ સિવાય પણ એકલ-દોકલ દર્દીઓની સારવાર પણ શંકાનાં દાયરામાં છે. જ્યારે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ CEO ચિરાગ રાજપૂત સહિત આરોપીઓને લઈ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી.
આ પણ વાંચો - UNA : નિવૃત્ત પ્રોફેસરનાં ઘરે ગણપતિ દાદાની મૂર્તિનાં ચમત્કારનું તથ્ય શું ? હકીકત જાણવા પહોંચ્યું Gujarat First
ડૉ. પ્રશાંત વજિરાણીનું લાઇસન્સ 3 વર્ષ માટે રદ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' (Khyati Hospital Scam) બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે (Gujarat Medical Council) મોટી કાર્યવાહી કરી છે. કાઉન્સિલે ડોક્ટર પ્રશાંત વજિરાણીનું લાઇસન્સ રદ કર્યું છે. MBBS, કાર્ડિયોલોજિસ્ટ અને MD ડોક્ટર તરીકેનું લાઇસન્સ 3 વર્ષ માટે રદ કરાયું છે. આથી, હવે 3 વર્ષ માટે ડોક્ટર પ્રશાંત (Dr. Prashant Vajrani) પ્રેક્ટિસ નહીં કરી શકે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) ટીમ CEO ચિરાગ રાજપૂત સહિત અન્ય આરોપીઓને લઈ ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital Scam) પહોંચી હતી અને માર્કેટિંગ રૂમ અને CEO રૂમ જઈ માહિતી મેળવી હતી. કંઈ જગ્યાએ ઓપરેશન થતું, મિટિંગ થતી ત્યાં તપાસ કરી હતી. 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખેડા જિલ્લામાં ફાર્મ હાઉસમાંથી CEO ચિરાગ રાજપૂત (Chirag Rajput) સહિત સહિત 5 જેટલા આરોપીની ધરપકડ કરી હતી.
Ahmedabad Khyati Hopsital Case : ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને સૌથી મોટા સમાચાર | Gujarat First#AhmedabadKhyatiHopsitalCase #Ahmedabad #KhyatiHopsital #Drprashantvajirani #mbbs #DoctorLicenseSuspended#Gujaratfirst pic.twitter.com/Wiu1YD3XmH
— Gujarat First (@GujaratFirst) November 28, 2024
આ પણ વાંચો - Gandhinagar : પોલીસ ભરતી બોર્ડ અંગે મહત્ત્વનાં સમાચાર, IPS Neeraja Gotru ની ચેરમેન તરીકે નિયુક્તિ
અમદાવાદની નજીકનાં 400 થી વધુ તબીબ હોસ્પિટલ સંચાલકોનાં સંપર્કમાં હતા!
આર્થિક લાભ ખાતર લોકોનું હૃદય ચીર નારી ખ્યાતિ હોસ્પિટલની (Khyati Hospital Scam) તાપસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે, તપાસમાં સામે આવ્યું છે કે, ગામડાઓમાં મેડિકલ કેમ્પ સિવાય એકલ-દોકલ દર્દીઓની સારવાર પણ શંકાનાં દાયરામાં છે. અમદાવાદની આસપાસ અને નજીકનાં જિલ્લામાંથી પણ દર્દીઓ લાવવા માટે સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. અમદાવાદ અને આસપાસનાં 400 થી વધુ તબીબ હોસ્પિટલ સંચાલકોનાં સંપર્કમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. નાના ક્લિનિકોમાં આવતા દર્દીઓને ખ્યાતિમાં રિફર કરવા માટે ક્લિનિકનાં ડોક્ટરોને ભલામણ કરાતી અને કમિશન પણ આપવામાં આવતું હતું. હોસ્પિટલની શરૂઆતથી જ PMJAY યોજનામાંથી કટકી કરવાનું આયોજન ઘડાયું હોવાનું તપાસમાં ખુલ્યું છે. જો કે, ખ્યાતિ 'કાંડ' માં હજું કેટલા રહસ્ય છુપાયેલા છે તે આવનારા દિવસોમાં તપાસમાં જાણવા મળશે.
આ પણ વાંચો - BZ GROUP Scam : વધુ એક નામ આવ્યું સામે, BZ ગ્રૂપે ખાનગી શાળા ખરીદી હોવાનો પણ ખુલાસો!