Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે કોર્ટમાં 6070 પાનાની ચાર્જશીટ દાખલ

અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામેની તપાસ બાદ ક્રાઈમ બ્રાંચે ગ્રામ્ય કોર્ટમાં 6070 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
ahmedabad  ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે કોર્ટમાં 6070 પાનાની  ચાર્જશીટ દાખલ
Advertisement
  • અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ
  • કાર્તિક પટેલ સામેની તપાસ બાદ ક્રાઇમ બ્રાંચે રજૂ કરી ચાર્જશીટ
  • મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ
  • ક્રાઇમ બ્રાંચે 20 ઇલેક્ટ્રોનિક પુરાવા કબજે કર્યા

અમદાવાદની ખ્યાતિ હોસ્ટિલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરૂદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અગાઉ 9 આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 આરોપીઓ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

તપાસ દરમ્યાન 20 ઇલેકટ્રોનિક્સ પુરાવા કબ્જે કર્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદન નોંધ્યા હતા. તેમજ BNS 183 મુજબ કુલ 7 સાહેદોનાં નિવેદનો મેજીસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા તપાસ દરમ્યાન કુલ 20 ઈલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવ્યા હતા. તેમજ હોસ્પિટલની 38 ફાઈલ અને 11 રજિસ્ટર પણ કબજે કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન બન્યા ડો. સંતવલ્લભદાસજી, કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની વરણી કરાઈ

Advertisement

34 બેંક ખાતાની માહિતી મેળવી

તેમજ PM-jay ગાંધીનગરથી SOP, બજાજ એલિયાન્સ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી SOP રજૂ કરાઈ હતી. બજાજ એલિયાન્સ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી SOP તેમજ દસ્તાવેજો મેળવવામાં આવ્યા હતા. તેમજ સરકાર દ્વારા રચના કરવામાં આવેલ તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા પણ મેળવવામાં આવ્યા છે. તેમજ 34 બેન્ક ખાતાની માહિતી પણ પોલીસ દ્વારા મેળવવામં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતના આ જીલ્લાઓમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 6070 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી

આરોપીઓની મિલકત સબંધિત નોંધી નિરીક્ષકની કચેરી ગાંધીનગર ખાતેથી પણ પોલીસ દ્વારા માહિતી મેળવવામાં આવી છે. તેમજ જે દર્દીઓની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવેલ 37 દર્દીઓની હિસ્ટ્રી ફોર્મ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ સરકાર તરફથી નિમણૂંક કરવામાં આવેલ સી.એ. નો રિપોર્ટ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 6070 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ Vadodra:સલમાન ખાનને ધમકી ભર્યા મેસેજ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના વડોદરામાં ધામા, યુવકની કલાકો સુધી કરી પૂછપરછ

Tags :
Advertisement

.

×