Khyati Hospital માં 'મોતનાં ખેલ' મામલે મોટા સમાચાર! હોસ્પિટલ સામે સરકાર બનશે ફરિયાદી!
- Khyati Hospital માં 'મોતનાં ખેલ' મુદ્દે મોટા સમાચાર
- રાજ્ય સરકાર ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદી બનશે!
- ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બાદ સરકારનો નિર્ણય
- ખ્યાતિ હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવા સુધીની થઈ શકે કાર્યવાહી
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં 'મોતનાં ખેલ' મામલે મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે રાજ્ય સરકાર ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદી બનશે. ગાંધીનગરમાં (Gandhinagar) ઉચ્ચસ્તરીય બેઠક બાદ સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે મુલાકાત કરી હોવાની માહિતી છે. જણાવી દઈએ કે, ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) મહેસાણા જિલ્લાનાં બે દર્દીઓનો ઓપરેશન બાદ મોત નીપજ્યા હતા. પીડિત પરિવારોએ ખ્યાતિ હોસ્પિટલ સામે સરકારી યોજનાનો ગેરલાભ ઊઠાવવા સહિતનાં ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.
આ પણ વાંચો - Khyati Hospital : આરોગ્ય મંત્રીને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવ્યો પડ્યો! ગુજરાત આવી કહી આ વાત!
Ahmedabad Khyati Hospital કાંડમાં Rushikesh Patelનું મોટું નિવેદન | Gujarat First#ahmedabad #KhyatiHospital #rushikeshpatel #medicalcamp #gujaratfirst@irushikeshpatel pic.twitter.com/uzrABZpQ95
— Gujarat First (@GujaratFirst) November 13, 2024
ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર ફરિયાદી બનશે!
પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ મામલે હવે સરકાર ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) સામે ફરિયાદી બનશે. માહિતી અનુસાર, ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બાદ સરકારનો આ નિર્ણય સામે આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. એવી પણ માહિતી છે કે ખ્યાતિ હોસ્પિટલનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે.
આ પણ વાંચો - Khyati Hospital સરકારી યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે : શક્તિસિંહ ગોહિલ
લાઇસન્સ રદ થવાની સુધીની થઈ શકે છે કાર્યવાહી
માહિતી અનુસાર, ખ્યાતિ હોસ્પિટલનાં બેજવાબદાર ડોક્ટરો સામે સરકાર કડક કાર્યવાહી કરશે. જણાવી દઈએ કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) તેમનો મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવી ગુજરાત પરત ફર્યા હતા અને ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં PMJAY નાં દુરૂપયોગ મામલે સમીક્ષા, ડોક્ટરોની ટીમનો રિપોર્ટ અને PM રિપોર્ટ પર ચર્ચા કરાઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) કહ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલનો (Khyati Hospital) ઘટનાક્રમ ખૂબ જ દુઃખદ છે. પ્રથમ દ્રષ્ટીએ ગંભીર બેદરકારી માલૂમ પડે છે. જવાબદાર લોકો સામે દાખલારૂપ પગલાં લેવામાં આવશે. ભવિષ્યમાં પ્લાન્ટ ઓપરેશન માટે SOP તૈયાર થશે.
આ પણ વાંચો - Lili Parikrama માં ભાવીકોનું ઘોડાપુર, 9 લોકોનાં Heart Attack થી મોત, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપી આ સલાહ!