ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod: લગ્ન પૂર્ણ કરી પરત ફરતી જાનમાંથી દુલ્હનનું અપહરણ..!

Dahod : મધ્યપ્રદેશથી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરાયું હોવાનો ચોંકાવનારો બનાવ દાહોદ (Dahod) જિલ્લામાં બન્યો છે. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઉંડી તપાસ શરુ કરી છે. જાન ઝાંબુઆના જાલાપોડા ગામે ગઇ હતી દાહોદ જિલ્લામાં...
10:35 AM May 20, 2024 IST | Vipul Pandya
Dahod : મધ્યપ્રદેશથી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરાયું હોવાનો ચોંકાવનારો બનાવ દાહોદ (Dahod) જિલ્લામાં બન્યો છે. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઉંડી તપાસ શરુ કરી છે. જાન ઝાંબુઆના જાલાપોડા ગામે ગઇ હતી દાહોદ જિલ્લામાં...
dahod dulhan kidnap

Dahod : મધ્યપ્રદેશથી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરાયું હોવાનો ચોંકાવનારો બનાવ દાહોદ (Dahod) જિલ્લામાં બન્યો છે. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઉંડી તપાસ શરુ કરી છે.

જાન ઝાંબુઆના જાલાપોડા ગામે ગઇ હતી

દાહોદ જિલ્લામાં આ ચોંકાવનારો બનાવ બન્યો છે. દાહોદના ભાટીવાડા ગામમાં રહેતા યુવકની જાન મધ્યપ્રદેશના ઝાંબુઆ તાલુકાના જાલાપોડા ગામમાં ગઇ હતી. લગ્ન વિધી પૂર્ણ થયા બાદ જાનૈયાઓ સહિત વરરાજા અને દુલ્હન પરત ભાટીવાડા ગામે જવા નિકળ્યા હતા.

ડ્રાઇવરને ધાકધમકી આપીને દુલ્હનનું અપહરણ

દરમિયાન જાનનો કાફલો બોરડી ગામ નજીકથી પસાર થતી હતી ત્યારે રસ્તામાં અચાનક જ બાઇક પર 20 જેટલા શખ્સો ધસી આવ્યા હતા. આ શખ્સોએ જાનૈયા અને વરરાજા તથા ડ્રાઇવરને ધાકધમકી આપીને દુલ્હનનું અપહરણ કર્યું હતું.

પોલીસની તપાસ શરુ

આ શખ્સો દુલ્હનને લઇને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ દાહોદ પોલીસને તથા દાહોદ એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કોણે ક્યા કારણોસર દુલ્હનનું અપહરણ કર્યું હતું અને ક્યા ગામના આ શખ્સો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચો----- Chhotaudepur Cyber Crime Police: દર્દીઓના સારવારના બહાને નગ્ન ફોટો પાડી તબીબો લાખો રુપિયા પડાવતા

આ પણ વાંચો----- NEET Exam Fraud: NEET પરીક્ષા કાંડમાં વધુ એક આરોપીની સંડોવણી આવી સામે

આ પણ વાંચો-----Surendranagar : હચમચાવે એવી ઘટના..! માત્ર 3 માસની બાળકીને ભુવાએ દીધા અગરબત્તીના ડામ, થયું મોત

આ પણ વાંચો----- Amreli : બુલેટ, ગોગલ્સ અને ખાખી ડ્રેસ… મહિલા પો. કોન્સ્ટેબલના ફોટોશૂટ Video એ સૌનું ધ્યાન ખેંચ્યું

Tags :
DahodDahod PoliceGujarat FirstKidnapKidnapping of brideMadhyaPradeshwedding ceremony
Next Article