ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kidnapping of Gujarati People: ઈરાનમાં બંધક ચાર ગુજરાતીની હેમખેમ મુક્તિ, અમદાવાદ એરપોર્ટથી માણસા જવા રવાના

Kidnapping of Gujarati People: ઈરાનમાં બંધક ચાર ગુજરાતીની હેમખેમ મુક્તિ થઇ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી બંધકો મુક્ત થયા છે. તેમાં તહેરાનથી મુક્ત થયા બાદ હાલ દોહા પહોંચ્યા છે. માણસાના લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. જેમાં ઈરાનમાં અપહરણ કરીને અત્યાચાર ગુજાર્યો હતો તથા અપહરણકારોએ રૂપિયા 2 કરોડની ખંડણી માગી હતી. તેમાં ધારાસભ્ય જે.એસ. પટેલે ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં 3 લોકો બાપુપુરા અને એક બદપુરાનો વતની છે.
11:53 AM Oct 28, 2025 IST | SANJAY
Kidnapping of Gujarati People: ઈરાનમાં બંધક ચાર ગુજરાતીની હેમખેમ મુક્તિ થઇ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી બંધકો મુક્ત થયા છે. તેમાં તહેરાનથી મુક્ત થયા બાદ હાલ દોહા પહોંચ્યા છે. માણસાના લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. જેમાં ઈરાનમાં અપહરણ કરીને અત્યાચાર ગુજાર્યો હતો તથા અપહરણકારોએ રૂપિયા 2 કરોડની ખંડણી માગી હતી. તેમાં ધારાસભ્ય જે.એસ. પટેલે ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં 3 લોકો બાપુપુરા અને એક બદપુરાનો વતની છે.
Kidnapping of Gujarati People, Hostage, Iran, Mansa, Delhi airport

Kidnapping of Gujarati People: ઈરાનમાં બંધક ચાર ગુજરાતીની હેમખેમ મુક્તિ થઇ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી બંધકો મુક્ત થયા છે. તેમાં તહેરાનથી મુક્ત થયા બાદ હાલ દોહા પહોંચ્યા હતા.

બાપુપુરા ગામના 4 લોકો વતન પરત ફરતા પરિવારજનોને રાહત થઇ

ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો વતન પરત ફરતા પરિવારજનોને રાહત થઇ છે. ચારેય લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેઓના વતન માણસા જવા રવાના થયા છે. ગાંધીનગર પોલીસ દ્વારા ચારેય જણાની સિલસિલાબંધ પૂછતાછ હાથ ધરવામાં આવશે. જો તેઓ પોલીસ ફરિયાદ કરવા માગતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે.

માણસાના લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા

માણસાના લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. જેમાં ઈરાનમાં અપહરણ કરીને અત્યાચાર ગુજાર્યો હતો તથા અપહરણકારોએ રૂપિયા 2 કરોડની ખંડણી માગી હતી. તેમાં ધારાસભ્ય જે.એસ. પટેલે ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં 3 લોકો બાપુપુરા અને એક બદપુરાનો વતની છે.

દિલ્લીના એજન્ટના મારફતે ઓસ્ટ્રેલિયા જતા સમયે અપહરણ કરાયું

ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના લોકોને બંધક બનાવવાના મામલે બંધક બનાવાયેલા લોકોનો છુટકારો થયો છે. તથા બંધક બનાવવામાં આવેલા લોકો ભારત આવવા માટે રવાના થયા છે. બંધક બનાવવામાં આવેલા લોકો હાલ દોહા પહોંચ્યા છે. જેમાં સરકારની મદદથી બંધકોનો છૂટકારો થયો છે.

Kidnapping of Gujarati People: મુક્ત કરવામાં આવેલા 4 ગુજરાતીઓમાં 1 મહિલા

ઇરાનમાં બંધક બનાવાયેલા ચારેય ગુજરાતીઓને મુક્ત કરાયા છે મુક્ત કરવામાં આવેલા 4 ગુજરાતીઓમાં 1 મહિલાનો પણ સમાવેશ થાય છે. મુકત કરાયેલા લોકોને ભારત પરત લાવવાની કવાયત શરૂ કરાઇ છે. વિદેશ જવાની ઘેલછામાં માણસના 4 લોકો ઇરાનમાં ફસાયા હતા દિલ્લીના એજન્ટના મારફતે ઓસ્ટ્રેલિયા જતા સમયે તેમનું અપહરણ કરાયું હતું.

જાણો સમગ્ર ઘટના શું હતી

ગાંધીનગર નજીક આવેલાં બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતા. જેમાં આ લોકો બેંગકોક, વાયા દુબઈ થઈ તહેરાન લઈ જવાયા હતા. જ્યાં બંધક બનાવી ચારેય ગુજરાતીઓને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની વિગત સામે આવી હતી અને તેમનો વીડિયો પરિવારજનોને મોકલી રૂપિયા 2 કરોડની માગ કરવામાં આવી હતી. જેમાં લોકોમાં માણસા તાલુકાના બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી સામેલ છે. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઇ જવાયા હતાં ત્યાંથી વાયા દુબઈ થઈ ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતાં. તહેરાન શહેરના ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચારેય ગુજરાતીઓને ટેક્સીમાં બેસાડી અપહરણ કરાયું હતુ. જેમાં હવે રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી બંધકો મુક્ત થયા છે.

આ પણ વાંચો: Gujarat Rain: કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં, CM જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં

 

Tags :
Delhi AirportHostageiranKidnapping of Gujarati PeopleMansa
Next Article