Kim Jong's decree: ઉત્તર કોરિયામા વિદેશી ટીવી શો જોનારાઓને હવે મોતની સજા! તાનાશાહ કિમ જોંગનું ફરમાન
- Kim Jong's decree: ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી શો જોનારાઓને મોતની સજા
- ઉત્તર કોરિયામાં તાનાશાહ કિમ જોંગનું મોટું ફરમાન
- દક્ષિણ કોરિયન નાટકો અને અન્ય વિદેશી ટીવી શો જોનારા અને વિતરણ કરનારને મળશે સજા
ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયન નાટકો અને અન્ય વિદેશી ટીવી શો જોનારા અને આ ફિલ્મનું વિતરણ કરનારાઓને મોતની સજા આપવામાં આવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર અહેવાલમાં ચોંકાવનારા દાવાઓ કરવામાં આવ્યા છે કે દેશની સરકાર વ્યક્તિગત સ્વતંત્રતાઓ પર કડક નિયંત્રણ લાદી રહી છે અને સજાઓ પહેલા કરતા પણ વધુ નિર્ભય બની ગઈ છે.
Kim Jong's decree: ઉત્તરકોરિયા અંગે અહેવાલ ચોંકાવનારો
નોંધનીય છે કે આ અહેવાલ 14 પાનાના માં ઉત્તર કોરિયાથી ભાગી નીકળેલા 300થી વધુ પીડિતો અને સાક્ષીઓના ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. તેમાં ખુલાસો થયો છે કે રાષ્ટ્રભરના દેખરેખ સિસ્ટમ વધુ કડક બની ગઈ છે અને તાજેતરના વર્ષોમાં નવી ટેકનોલોજી દ્વારા સામાન્ય નાગરિકોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
Kim Jong's decree: ઉત્તરકોરિયા અંગેના રિર્પોટમાં અનેક સનસની ખુલાસાઓ
ઉલ્લેખનીય છે કે UN રિપોર્ટ અનુસાર, 2015 બાદથી વિદેશી મિડીયા સામગ્રી, ખાસ કરીને દક્ષિણ કોરિયન ડ્રામા જોવો કે વિતરણ કરવો એ ગંભીર ગુનાઓ માનવામાં આવ્યા છે. ઘણા લોકો પર આ પ્રકારના દોષારોપણ બાદ મૃત્યુદંડની ભયાનક સજા આપવામાં આવી છે.જેમ્સ હીન, યુએનના ઉત્તર કોરિયા માનવાધિકાર કાર્યાલયના વડાએ જણાવ્યું કે, "કોવિડ-19 પછીથી, દેશભરમાં સામાન્ય તથા રાજકીય ગુનાઓ માટે મૃત્યુદંડમાં વધારો થયો છે.બાંધકામના ખતરનાક ક્ષેત્રોમાં મજૂરી માટે મજબૂર કરવામાં આવે છે. તેમને "શોક બ્રિગેડ્સ" નામના જૂથોમાં રાખવામાં આવે છે. જ્યાં અસહ્ય પરિસ્થિતિઓમાં કામ કરાવવામાં આવે છે.ધનિક પરિવારના બાળકો મોટા ભાગે લાંચ દ્વારા આવા કામથી બચી જાય છે, જ્યારે ગરીબ પરિવારોના બાળકો પર કામનું ભારણ નાખવામાં આવે છે.ઉત્તર કોરિયાએ યુએનના આ અહેવાલને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે તે આવા આરોપોને "પ્રોપેગેન્ડા" માને છે અને તેની માન્યતા આપતા નથી.