ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કિંગ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, મહારાષ્ટ્ર સરકારે વધારી 'જવાન' ની સુરક્ષા

બોલિવૂડના કિંગ કહેવાતા Shahrukh Khan તાજતેરમાં તેમની ફિલ્મો પઠાણ અને બાદમાં જવાનને લઇને ખૂબ જ ચર્ચામાં છે. શાહરૂખની બેક ટૂ બેક આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. વળી જો જવાન ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મે વિશ્વભરમાં...
10:23 AM Oct 09, 2023 IST | Hardik Shah
બોલિવૂડના કિંગ કહેવાતા Shahrukh Khan તાજતેરમાં તેમની ફિલ્મો પઠાણ અને બાદમાં જવાનને લઇને ખૂબ જ ચર્ચામાં છે. શાહરૂખની બેક ટૂ બેક આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. વળી જો જવાન ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મે વિશ્વભરમાં...

બોલિવૂડના કિંગ કહેવાતા Shahrukh Khan તાજતેરમાં તેમની ફિલ્મો પઠાણ અને બાદમાં જવાનને લઇને ખૂબ જ ચર્ચામાં છે. શાહરૂખની બેક ટૂ બેક આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. વળી જો જવાન ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. હજુ પણ આ ફિલ્મ કમાણી તરફ સતત કામ કરી રહી છે. સફળતાની સાથે કિંગની મુશ્કેલીઓ પણ હાલમાં વધી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, કિંગ ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

SRKને 'Y કેટેગરી સિક્યોરિટી' 

પઠાણ અને જવાનની રિલીઝ બાદ બોક્સ ઓફિસ પર આગ લગાવનાર સુપરસ્ટાર શાહરૂખ ખાનનો જીવ અત્યારે જોખમમાં છે. મુંબઈ પોલીસને માહિતી મળી છે કે શાહરૂખની ફિલ્મો 'પઠાણ' અને 'જવાન'ની બ્લોકબસ્ટર રિલીઝ બાદ કેટલાક લોકો મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જે બાદ હવે ફરી એકવાર કિંગ ખાનની સુરક્ષાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. મળેલી ધમકીઓને કારણે SRKને 'Y કેટેગરી સિક્યોરિટી' આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, હાઈ પાવર કમિટીની ભલામણ બાદ શાહરૂખ ખાનને Y સુરક્ષા આપવામાં આવી છે.

સિક્યોરિટીમાં શું શું હશે ?

શાહરૂખ ખાનની સાથે હવે રાજ્યના VIP સુરક્ષા એકમના 6 પ્રશિક્ષિત કમાન્ડોની ટીમ કિંગ ખાનની સુરક્ષામાં હંમેશા રહેશે, જેઓ MP-5 મશીનગન, AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને ગ્લોક પિસ્તોલથી સજ્જ હશે. આ સાથે સૂત્રોએ એમ પણ જણાવ્યું કે શાહરૂખ ખાનની સુરક્ષા ઉપરાંત મુંબઈ પોલીસના 4 જવાન તેની સુરક્ષા માટે તેના ઘરની 24 કલાક ચોકી કરશે અને શાહરૂખ ખાનના ઘર મન્નતની આસપાસથી પસાર થતા લોકો પર નજર રાખશે.

આ સુરક્ષા મફતમાં નહીં મળે

જોકે, શાહરૂખ ખાનને આ સુરક્ષા મફતમાં નહીં મળે અને જ્યાં સુધી સમિતિ આ ધમકીની ફરી સમીક્ષા નહીં કરે ત્યાં સુધી તે કિંગ ખાન પાસે જ રહેશે. વાસ્તવમાં ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગને લઈને ભારે વિવાદ થયો હતો. અયોધ્યાના સંત પરમહંસ આચાર્યએ પણ શાહરૂખ ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આ બધા સિવાય જો કિંગની ફિલ્મ જવાનની વાત કરીએ તો તેનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનથારા, સાન્યા મલ્હોત્રા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો - મુળ ગોંડલના હેર આર્ટિસ્ટે છેક મુંબઈ જઈને તારક મહેતા…ની ટીમને આપ્યો નવો લુક

આ પણ વાંચો - Israel Palestine Conflict : નુસરત ભરૂચા હેમખેમ ભારત પરત ફરી, સામે આવ્યો Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Bollywoodincreases securityJawaanMaharashtra GovernmentPathaanshahrukh khanShahrukh Khan Granted Y Plus SecurityShahrukh Khan Y+ Category Security
Next Article