Kinjal Dave ના પરિવારનો સામાજિક બહિષ્કાર, આંતરજ્ઞાતિય લગ્ન બાબતે ચર્ચા શરૂ
- Kinjal Dave એ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી
- કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો
- બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે કડક પગલાં લેવાની જાહેરાત
સિંગર Kinjal Dave એ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય શરૂ થયો છે.
કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી
ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી છે. તેને એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે કિંજલ દવેએ પોતાની સગાઈના કેટલાક ખુબસુરત ફોટોઝ ફેસબુક પર શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ વર્ષ 2023માં તે સગાઈ તૂટી ગઈ હતી. હવે લગભગ બે વર્ષ બાદ કિંજલ દવેએ ફરી એકવાર સગાઈ કરી છે. ત્યારે આ ઘટના બાદ આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
Kinjal Dave: બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે કડક પગલાં લેવાની જાહેરાત
કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજની બહાર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સમાજના કોઇ પણ પ્રસંગમાં તેમને નહીં આવકારવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાત સપાટી પર આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
પરિવાર સામે બોલનાર સામે કાર્યવાહી કરીશ
સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવેનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સગપણને લઈને ચાલતી ચર્ચાઓ પર મૌન તોડ્યું છે. તેમાં કિંજલ દવેએ જણાવ્યું છે કે દીકરી તરીકે સહન ન કરી, બોલવું જોઈએ. બ્રહ્મકન્યા હોવાનું ખૂબ ગૌરવ છે. બ્રહ્મસમાજના લોકોનો મારી સફરમાં મોટો ફાળો છે. સભ્ય અને મોર્ડન સમાજમાં 2-4 અસામાજિક તત્વો છે. દીકરીઓ માટે લિમિટ તેઓ નક્કી કરે છે. પાંખોને કાપવાની આ બધી વાતો છે. દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ આવી છે. લાઇફ પાર્ટનર નક્કી કરવાનો હક્ક નથી? હું જે પરિવારમાં જઈ રહી છું તેઓ સારા છે. આવી વાત ન કરવી, નહીં તો સમાજ ક્યાંયનો નહીં રહે. દીકરીઓ પર દુષ્કર્મ થઈ રહ્યા છે તેની સામે અવાજ ઉઠાવો. સાટા પ્રથાની પીડિત હું પણ છું. પરિવાર સામે બોલનાર સામે કાર્યવાહી કરીશ.
આ પણ વાંચો: LIVE: Kinjal Dave ના પરિવારનો સામાજિક બહિષ્કાર, બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનારને પણ ગુનેગાર ગણાશે