Kirti Patel : વિવાદાસ્પદ કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન! Video
- વિવાદાસ્પદ Kirti Patel અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે થયું સમાધાન!
- સાંજે જૂનાગઢનાં ભારતી આશ્રમ ખાતે બેઠક યોજાઈ હતી
- કીર્તિ પટેલનાં ગુરુ હરિહરાનંદ ભારતી અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે બેઠક યોજાઈ
- મહંત મહેન્દ્રાનંદની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું
- ક્યાં કારણોને લઇ સમાધાન થયું તે અંગે અનેક અટકળો
Junagadh : વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલને (Kirti Patel) લઈ મોટા સમાચાર આવ્યા છે. કીર્તિ પટેલ અને જૂનાગઢનાં જાણીતા મહંત ઇન્દ્રભારતી બાપુ (Mahant Indra Bharati Bapu) વચ્ચે સમાધાન થયું હોવાની માહિતી સામે આવી છે. આજે સાંજે જૂનાગઢના ભારતી આશ્રમ (Bharti Ashram) ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં કીર્તિ પટેલનાં ગુરુ હરિહરાનંદ ભારતી, ઇન્દ્રભારતી બાપુ અને અન્ય સાધુ-સંતો હાજર રહ્યા હતા. આ બેઠક મહંત મહેન્દ્રાનંદની હાજરીમાં થઈ હતી. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કીર્તિ પટેલ સાધુ-સંતોના આશીર્વાદ લેતા નજરે પડે છે. શિવરાત્રી દરમિયાન ભવનાથના પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલનો વિવાદ સર્જાયો હતો. જો કે, ક્યાં કારણોને લઇ આ સમાધાન થયું તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
પવિત્ર મૃગીકુંડમાં Kirti Patel નાં સ્નાન બાદ વિવાદ વકર્યો હતો
શિવરાત્રી (Shivratri) દરમિયાન ભવનાથના (Bhavnath) પવિત્ર મૃગીકુંડમાં હંમેશાં વિવાદોમાં રહેતી એવી સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલ દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન, કીર્તિ પટેલ અને મહિલા પોલીસ અધિકારી વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. વિવાદ વચ્ચે કીર્તિ પટેલ (Kirti Patel) સામે જૂનાગઢમાં અલગ-અલગ 3 કેસ થયા હતા. આ વચ્ચે વિવાદાસ્પદ કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના ચીઠ્ઠા ખોલવાની પણ ધમકી આપી હતી. ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપ કરતા વીડિયો પણ કીર્તિ પટેલે જાહેર કર્યા હતા.
આ પણ વાંચો - Bhuj : માધાપર નવાવાસમાં વિશ્વશાંતિની રંગોળી સાથે હોલિકા દહન કરાયું
Kirti Patel Indrabharti Bapu reconciliation Junagadh
Exclusive: વિવાદાસ્પદ Kirti Patel અને Indrabharti Bapu વચ્ચે અંતે થયું સમાધાન?; જૂનાગઢના Bharati Ashram માં સંતોની હાજરીમાં વિવાદનો આવ્યો અંત#KirtiPatel #IndrabhartiBapu #Junagadh #BharatiAshram #HariharanandBapu… pic.twitter.com/3TbJtoqw8r— Gujarat First (@GujaratFirst) March 2, 2026
કીર્તિ પટેલનાં ગુરુ હરિહરાનંદ ભારતી અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે બેઠક
જો કે, હવે સાધુ-સંતો અને વિવાદાસ્પદ કીર્તિ પટેલ વચ્ચે ચાલી રહેલા વિવાદનો સુખદ અંત આવ્યો છે. માહિતી અનુસાર, આજે સાંજના સમયે કીર્તિ પટેલને મહંત મહેન્દ્રાનંદ ભારતી આશ્રમ (Bharti Ashram) ખાતે લાવ્યાની ચર્ચા છે. કીર્તિ પટેલ ઇન્દ્રભારતી બાપુના આશ્રમે ગઈ હોવાની પુષ્ટી હરીહરાનંદ બાપુએ પણ કરી છે. દરમિયાન, કીર્તિ પટેલનાં ગુરુ હરિહરાનંદ ભારતી, ઇન્દ્રભારતી બાપુ અને અન્ય સાધુ-સંતોની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતીના વિવાદનો અંત આવ્યો હોવાની ચર્ચા છે. હાલ, સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં કીર્તિ પટેલ ઇન્દ્રભારતી બાપુ (Mahant Indra Bharati Bapu) સહિતના સંતોને સાલ ઓઢાડી આશીર્વાદ લેતા નજરે પડે છે. વીડિયો વાઇરલ થયા બાદ ચર્ચાઓનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચો - Gandhinagar : ભાજપ દ્વારા સંગઠનાત્મક નિમણૂંકો જાહેર, જાણો કોને કઇ જવાબદારી સોંપાઇ


