સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નામ લીધા વગર નીતિન જાની પર કર્યા આકરા પ્રહાર,ખજૂરભાઇ સામે અપક્ષ ચૂંટણી લડશે!
સોશિયલ મીડિયા સ્ટાર ખજૂર ઉર્ફે નીતિન જાની દ્વારા 2027ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવતા જ, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે. કીર્તિ પટેલે ખજૂર પર 'કાળાકામ છુપાવવા રાજકારણમાં આવવાનો' આરોપ લગાવ્યો છે. સોશિયલ પ્લેટફોર્મ પર ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું છે કે નીતિન જાની જ્યાંથી ચૂંટણી લડશે તે પણ ત્યાંથી અપક્ષ ચૂંટણી લડશે.
Advertisement
- Kirti Patel Khajur Challenge: કીર્તિ પટેલે આપી ઓપન ચેલેન્જ
- ખજૂર ઉર્ફે નીતિન જાનીને કીર્તિ પટેલે આપી ખુલ્લી ચેલેન્જ
- નીતિન જાની સામે અપક્ષ ચૂંટણી લડવાની આપી ચેલેન્જ
- તું જ્યાં ઉભો રહીશ, ત્યાં હું પણ અપક્ષ ચૂંટણી લડીશઃકીર્તિ પટેલ
- નીતિન જાનીએ 2027ની ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે
- કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી કર્યા પ્રહાર
ગુજરાતના સોશિયલ મીડિયા જગતમાં મોટા સ્ટાર્સ ગણાતા નીતિન જાની ઉર્ફે 'ખજૂર' અને કીર્તિ પટેલ (Kirti Patel) વચ્ચે મોટો રાજકીય વિવાદ શરૂ થયો છે. ખજૂરે (Khajur ) વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવતા જ, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા છે. કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને નીતિન જાનીને ખુલ્લી ઓપન ચેલેન્જ(Kirti Patel Khajur Challenge) પણ આપી છે. ખજૂર ઉર્ફે નીતિન જાની (Nitin Jani) સામે અપક્ષ ચૂંટણી લડવાની મોટી ચેલેન્જ આપી છે.

