સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નામ લીધા વગર નીતિન જાની પર કર્યા આકરા પ્રહાર,ખજૂરભાઇ સામે અપક્ષ ચૂંટણી લડશે!
- Kirti Patel Khajur Challenge: કીર્તિ પટેલે આપી ઓપન ચેલેન્જ
- ખજૂર ઉર્ફે નીતિન જાનીને કીર્તિ પટેલે આપી ખુલ્લી ચેલેન્જ
- નીતિન જાની સામે અપક્ષ ચૂંટણી લડવાની આપી ચેલેન્જ
- તું જ્યાં ઉભો રહીશ, ત્યાં હું પણ અપક્ષ ચૂંટણી લડીશઃકીર્તિ પટેલ
- નીતિન જાનીએ 2027ની ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે
- કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી કર્યા પ્રહાર
ગુજરાતના સોશિયલ મીડિયા જગતમાં મોટા સ્ટાર્સ ગણાતા નીતિન જાની ઉર્ફે 'ખજૂર' અને કીર્તિ પટેલ (Kirti Patel) વચ્ચે મોટો રાજકીય વિવાદ શરૂ થયો છે. ખજૂરે (Khajur ) વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી બતાવતા જ, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા છે. કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને નીતિન જાનીને ખુલ્લી ઓપન ચેલેન્જ(Kirti Patel Khajur Challenge) પણ આપી છે. ખજૂર ઉર્ફે નીતિન જાની (Nitin Jani) સામે અપક્ષ ચૂંટણી લડવાની મોટી ચેલેન્જ આપી છે.
Kirti Patel Khajur Challenge: કિર્તી પટેલે કર્યા ખજૂર પર કર્યા આકરા પ્રહાર
નોંધનીય છે કે કીર્તિ પટેલે પોતાના વીડિયોમાં નામ લીધા વગર નીતિન જાની પર પ્રહાર કરતા ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, "કાળાકામ છુપાવવા લોકો રાજકારણના 'રાજમહેલ'માં આવે છે." આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ ઈશારો કર્યો છે કે ખજૂરના રાજકારણમાં આવવા પાછળનો હેતુ સેવા નહીં પણ અન્ય કંઈક હોઈ શકે છે. તેમની આ તૈયારીને લઈને કીર્તિ પટેલ લાલઘૂમ થઈ ગઇ છે.
Kirti Patel Khajur Challenge:ખજૂર સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે આ વિવાદ વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે,તેણે નીતિન જાની સામે ચૂંટણી લડવાની મોટી વાત વીડિયોમાં કરી છે. ચૂંટણી લડવાની ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે "તું જ્યાં ઊભો રહીશ, ત્યાં હું પણ અપક્ષ ચૂંટણી લડીશ. આ વાત પરથી સ્પષ્ટ થયું છે કે બંને વચ્ચે વિવાદ વધુ વકરશે. નીતિન જાની સામે કિર્તી પટેલ અપક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાતથી સોશિયલ મીડિયા પર આ મુદ્દો હોટ બની ગયો છે.
નીતિન જાનીના 2027ની ચૂંટણી લડવાના સંકેતો બાદ તરત જ કીર્તિ પટેલે આ વિડિયો પોસ્ટ કરીને વિવાદને હવા આપી છે. હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ખજૂર ઉર્ફે નીતિન જાની કીર્તિ પટેલના આ પડકારનો કેવી રીતે જવાબ આપે છે અને શું આ બંને સોશિયલ મીડિયા સ્ટાર્સ વચ્ચે 2027માં ખરાખરીનો જંગ જોવા મળશે.
આ પણ વાંચો: Sabarkantha : HUDA સામે 11 ગામનાં લોકોનું મહાઆંદોલન, એક જ સૂર 'HUDA' ન જ જોઈએ!