Kirti Patel એ Rajdeepsinh Ribda પર લગાવ્યા ગંભીર આક્ષેપ
- કીર્તિ પટેલે કહ્યું કામ કરાવ્યા પછી પૈસા ન આપ્યા
- અનેક લોકોના પૈસા નહી ચુકવ્યા હોવાનો પણ આક્ષેપ
- પૈસા માંગતા અસામાજિક તત્વો પાસે ધમકી ભર્યા ફોન કરાવ્યાનો દાવો
Kirti Patel on Rajdeepsinh Ribda : પોતાની બટકબોલીના કારણે અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે હવે રાજદીપસિંહ રિબડા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કીર્તિ પટેલે રાજદીપ સિંહ પર આક્ષેપ લગાવ્યો કે, રાજદીપસિંહે તેની પાસે વિવિધ જાહેરાતો કરાવ્યા બાદ પૈસા ચુકવ્યા નહોતા. જ્યારે કીર્તિ પટેલે પૈસા માટે ફોન કર્યો તો તેને ધમકી પણ અપાવી હતી.
આ પણ વાંચો : Sambhal Violence : હવે થશે ન્યાય! યોગી સરકાર પથ્થરબાજોના નામ અને તસવીરો જાહેર કરશે
કીર્તિ પટેલે રાજદીપસિંહ રિબડા પર લગાવ્યા ગંભીર આક્ષેપ
કીર્તિ પટેલ દ્વારા આ અંગે વીડિયો બનાવીને રાજદીપસિંહ રિબડા પર આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે કીર્તિ પટેલે જણાવ્યું કે, મારી મહેનતના પૈસા છે, હું કોઇનાથી ડરતી નથી. મારા પૈસા કઢાવીને જ રહીશ. રાજદીપસિંહને પડકારર પણ ફેંક્યો છે. બીજી તરફ તેણે તેવું પણ જણાવ્યું છે કે, જેની જેની જાહેરાતના પૈસા બાકી હોય તે મારો સંપર્ક કરે. જેથી કીર્તિ પટેલનો ઇશારો પણ હતો કે, રાજદીપસિંહે અનેક લોકોનાં પૈસા આ પ્રકારે ન ચુકવ્યા હોય તેવી શક્યતાા છે. હાલ તો સમગ્ર મામલો હાઇપ્રોફાઇલ બન્યો છે.
આ પણ વાંચો : Breaking : લોથલમાં માટીના ખાડામાં 2 મહિલા અધિકારી દટાતા 1નું મોત
કોઇ અધિકારીક ફરિયાદ દાખલ નથી થઇ
જો કે કીર્તિ પટેલ દ્વારા વીડિયો બનાવાયો છે પરંતુ કોઇ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરાવવામાં આવી નથી. જેથી આ અંગે કોઇ અધિકારીક માહિતી સામે નથી આવી રહી પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો બાદ ખળભળાટ મચી ગયો છે. કીર્તિ પટેલ અને રાજદીપસિંહના સમર્થકોએ સોશિયલ મીડિયા વોર શરૂ કરી દીધી છે. જો કે આ અંગે કોઇ પ્રકારની અધિકારીક ફરિયાદ દાખલ થઇ નથી. આ ઉપરાંત કીર્તિ પટેલે આ વીડિયો પણ ડિલિટ થઇ ગયો હતો. આ અંગે અમે કીર્તિ પટેલનો પક્ષ જાણવા માટે તેમને ફોન કર્યો પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો નહોતો.
રાજદીપસિંહે શું જણાવ્યું?
રાજદીપસિંહ રિબડાનો આ અંગે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, કીર્તિ પટેલ નામની કોઇ મહિલાને હું ક્યારેય પણ મળ્યો નથી. ક્યારેય ટેલિફોનિક વાતચીત પણ થઇ નથી. તે પોતાની ફેન ફોલોઇંગ વધારવા માટે આ પ્રકારના કારસ્તાન કરતી રહે છે. 6 મહિના જુની ઘટનાને જોડીને તેણે આ વીડિયો બનાવ્યો હોઇ શકે છે. જો કે મને તેનાથી કોઇ જ ફરક પડતો નથી.
આ પણ વાંચો : Shameful : ભાવનગરમાં બાળકીને પીંખી દેવાઇ તો અમરેલીમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ