ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

KL Rahulએ હેડિંગ્લેમાં મચાવી ધૂમ, સદી ફટકારીને તોડ્યા અનેક રેકોર્ડ

કેએલ રાહુલે હેડિંગ્લેમાં મચાવી ધૂમ સદી ફટકારીને તોડ્યા અનેક રેકોર્ડ ઈંગ્લેન્ડની ધરતી પર બીજી સદી ENGvIND : ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે (KL Rahul)પહેલી ઈનિંગમાં મોટી ભૂલ કરી. રાહુલે સેટ થયા પછી ખરાબ શોટ રમ્યો અને 42...
10:32 PM Jun 23, 2025 IST | Hiren Dave
કેએલ રાહુલે હેડિંગ્લેમાં મચાવી ધૂમ સદી ફટકારીને તોડ્યા અનેક રેકોર્ડ ઈંગ્લેન્ડની ધરતી પર બીજી સદી ENGvIND : ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે (KL Rahul)પહેલી ઈનિંગમાં મોટી ભૂલ કરી. રાહુલે સેટ થયા પછી ખરાબ શોટ રમ્યો અને 42...
kl rahul records

ENGvIND : ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે (KL Rahul)પહેલી ઈનિંગમાં મોટી ભૂલ કરી. રાહુલે સેટ થયા પછી ખરાબ શોટ રમ્યો અને 42 રનના સ્કોર પર પેવેલિયન પાછો ફર્યો. બીજી ઈનિંગમાં કેએલએ પોતાની ભૂલ સુધારી.જેના કારણે તે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં સદી ફટકારવામાં સફળ રહ્યો. ઓપનિંગ બેટ્સમેન તરીકે કેએલ રાહુલે ઈંગ્લેન્ડ(ENGvIND)ની ધરતી પર બીજી સદી ફટકારી છે.

ઈંગ્લેન્ડ સામે કેએલ રાહુલે મચાવી ધૂમ

હેડિંગ્લી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઓપનર કેએલ રાહુલે ભારતીય ટીમ માટે 202 બોલમાં અણનમ 100 રન બનાવ્યા. જેમાં કુલ 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે કેએલ રાહુલે તેના ટેસ્ટ કરિયરની 9મી સદી પણ ફટકારી છે. રાહુલની ઈંગ્લેન્ડ સામે આ ચોથી સદી છે.આ રાહુલની ઈંગ્લેન્ડની ધરતી પર ત્રીજી સદી છે. રાહુલે ઈંગ્લેન્ડના ત્રણેય સ્ટેડિયમ, ઓવલ, લોર્ડ્સ અને લીડ્સમાં સદી ફટકારી છે. રાહુલે ઈંગ્લેન્ડ સામેના છેલ્લા પ્રવાસમાં ઓપનર તરીકે સદી પણ ફટકારી હતી.#ENGvIND

આ પણ  વાંચો -Neeraj Chopra ની નજર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા પર, જણાવ્યો પોતાનો પ્લાન

વિદેશી ધરતી પર ધૂમ મચાવે છે રાહુલનું બેટ

કેએલ રાહુલે પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 9 સદી ફટકારી છે. આમાંથી તેને વિદેશમાં 6 સદી ફટકારી છે. જે એ કહેવા માટે પૂરતું છે કે રાહુલ મોટી ટીમો સામે ટીમનો સૌથી મોટો ખેલાડી છે.

આ પણ  વાંચો -Rishabh Pant એ ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં ફટકારી ધમાકેદાર સદી

આવી રહી છે મેચની સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સના હેડિંગ્લી ખાતે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે પહેલી ઈનિંગમાં 471 રનનો સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને રિષભ પંતે શાનદાર સદી ફટકારી હતી. ભારતના 471 રનના જવાબમાં ઈંગ્લેન્ડનો પહેલી ઈનિંગ 465 રનમાં ઓલઆઉટ થઈ હતી. જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી.

કેપ્ટન શુભમન ગિલ 8 રન બનાવીને પેવેલિયન

ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગના આધારે 6 રનની લીડ સાથે પોતાની બીજી ઈનિંગ શરૂ કરી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 2 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોરબોર્ડ પર 90 રન બનાવી લીધા હતા. પરંતુ ચોથા દિવસની શરૂઆત સાથે કેપ્ટન શુભમન ગિલ ફક્ત 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ પછી રિષભ પંત અને ઓપનર કેએલ રાહુલે સાથે મળીને જવાબદારી સંભાળી અને ચોથી વિકેટ માટે સદીની પાર્ટનરશિપ કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 200 થી વધુ થઈ ગયો. આના થોડા સમય પછી કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી.

Tags :
BahrainGujarat FirstIND vs ENGindia tour of englandIndia Vs EnglandJaddukl rahulkl rahul newskl rahul recordskl rahul test centuryLeeds Test
Next Article