ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણો શું છે RBI ની Clean Note Policy, જે હેઠળ નોટ પરત ખેંચવાનો નિર્ણય થયો

બ્લેક મની પર મોદી સરકારની વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. સરકારે નોટબંધ નથી કરી પણ તેને પરત ખેંચી છે એટલે કે 2000 ની નોટ લીગલ ટેન્ડર રહેશે. આ...
08:06 PM May 19, 2023 IST | Viral Joshi
બ્લેક મની પર મોદી સરકારની વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. સરકારે નોટબંધ નથી કરી પણ તેને પરત ખેંચી છે એટલે કે 2000 ની નોટ લીગલ ટેન્ડર રહેશે. આ...

બ્લેક મની પર મોદી સરકારની વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. સરકારે નોટબંધ નથી કરી પણ તેને પરત ખેંચી છે એટલે કે 2000 ની નોટ લીગલ ટેન્ડર રહેશે. આ નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે.

શું છે Clean Note Policy
Reserve Bank of India દ્વારા 1988માં ક્લીન નોટ પોલિસી લાવવામાં આવી હતી. દેશમાં નકલી ચલણના ચલણને રોકવા માટે આ નીતિ લાવવામાં આવી હતી. આ નીતિની ભારતીય અર્થવ્યવસ્થા પર અવિશ્વસનીય અસર થઈ છે. જેનાથી લોકોએ સંગ્ર કરેલી જૂની નોટો પરત બહાર લાવવા ફરજ પાડશે. RBIની ક્લીન નોટ પોલિસીએ ભારતમાં નકલી નોટોનું ચલણ અસરકારક રીતે ઘટાડી દીધું છે.

નોટોને ચલણમાં રાખવા માટે આરબીઆઈની આ નીતિ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. RBI એક્ટ 1934ની કલમ 27 જણાવે છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે નોટોનો નાશ કે ચેડાં કરી શકશે નહીં. તેનો હેતુ નોટોને ચલણમાં રાખવાની સાથે તેને સ્વચ્છ રાખવાનો હતો. આ નીતિ સૌપ્રથમ 1996 માં રજૂ કરવામાં આવી હતી અને તે પછી 2003 માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાના RBIના પ્રયાસોના ભાગરૂપે નવી ક્લીન નોટ પોલિસી લાવવામાં આવી હતી. નવી સ્વચ્છ નોટ નીતિ 1 ઓક્ટોબર, 2018થી લાગુ કરવામાં આવી હતી.

બેંકમાં બદલી શકાશે નોટ
23 મે 2023 થી તમે કોઈપણ બેંકમાં જઈને નોટો બદલી શકો છો. એક વખતે રૂ. 20 હજાર રૂપિયાની નોટો જ બદલી શકાશે. શુક્રવારે પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. પરંતુ તે લીગલ ટેન્ડર રહેશે. બે હજાર રૂપિયાની નોટ 2016માં RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ લાવવામાં આવી હતી. પરંતુ 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રૂપિયા 2 હજારની નોટ થઈ બંધ, જો તમારી પાસે પડી હોય તો કરો આટલું કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિ અમારી સાથે જોડાઓ.

Tags :
Clean Note PolicyRBIRBI 2000Reserve Bank of India
Next Article