Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ PM મોદીએ જાણો શું કહ્યું...

PM Modi Speech : નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Draupadi Murmu) સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ આ દાવો રજૂ કર્યો. જણાવી...
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ pm મોદીએ જાણો શું કહ્યું
Advertisement

PM Modi Speech : નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Draupadi Murmu) સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ આ દાવો રજૂ કર્યો. જણાવી દઇએ કે, નરેન્દ્ર મોદી (Narendra Modi) સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) પહોંચ્યા, અહીં રાષ્ટ્રપતિએ ભગવાન જગન્નાથની તસવીર સાથે સ્વાગત કર્યું હતું. આ પછી તેમણે રાષ્ટ્રપતિ તરફથી વડાપ્રધાન પદ પર નિયુક્ત થવા અને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું છે. હવે NDA નવી સરકાર બનાવશે અને શપથ ગ્રહણ 9 જૂને થશે. આ અવસર પર કાર્યકારી PM મોદીએ શુક્રવારે સાંજે મીડિયાને સંબોધિત કર્યું અને આ દરમિયાન તેમણે સરકાર રચવાનું આમંત્રણ મળવાની જાણકારી આપી.

ભારત દુનિયા માટે વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યું : PM મોદી

આ દરમિયાન મોદીએ કહ્યું, '18મી લોકસભા એક રીતે નવી યુવા ઉર્જા અને કંઈક હાંસલ કરવાના ઈરાદા સાથેની લોકસભા છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આ પ્રથમ ચૂંટણી છે અને આ અમૃતકાળના 25 વર્ષ છે. જ્યારે દેશ 2047માં તેની આઝાદીની શતાબ્દી ઉજવી રહ્યો છે, ત્યારે તે સપનાઓને સાકાર કરવા માટે આ એક સીમાચિહ્નરૂપ છે. તેમણે આગળ કહ્યું કે, 'હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે છેલ્લા બે ટર્મમાં દેશ જે ગતિએ આગળ વધ્યો છે, સમાજના દરેક ક્ષેત્રમાં પરિવર્તન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 25 કરોડ લોકોનું ગરીબીમાંથી બહાર આવવું એ દેશવાસીઓ માટે ગર્વની વાત છે. ભારતની વૈશ્વિક છબી ઉભરી છે અને ભારત દુનિયા માટે વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યું છે.

Advertisement

Advertisement

તેનો મહત્તમ ફાયદો હવે શરૂ થઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે આ 5 વર્ષ વૈશ્વિક વાતાવરણમાં પણ ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે કહ્યું કે 'આજે સવારે NDAની બેઠક યોજાઈ હતી. મારા બધા સાથીઓએ મને આ જવાબદારી માટે ફરીથી પસંદ કર્યો છે. અને તમામ સાથીઓએ આ અંગે રાષ્ટ્રપતિને જાણ કરી હતી. રાષ્ટ્રપતિએ મને બોલાવીને વડાપ્રધાન પદ માટે મારી નિમણૂક કરી છે અને મને શપથગ્રહણની તારીખ 9 જૂન વિશે જાણ કરી છે.

આ પણ વાંચો - નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરી મુલાકાત, સરકાર બનાવવાનો કર્યો દાવો

આ પણ વાંચો - PM Modi Speech : સંસદીય દળની બેઠકમાં PM મોદીએ જણાવ્યું શું છે NDA નો અર્થ…?

Tags :
Advertisement

.

×