Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કથાકાર Aniruddhacharya એ Bollywood પર નિશાન તાક્યું, કહ્યું, 'તેઓ પોતાને ભગવાન સમજે છે'

વૃંદાવનના કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજે વિરોધ વ્યક્ત કર્યો છે, અને સમગ્ર બોલીવુડ ઉદ્યોગ પર નિશાન સાધ્યું છે. મહારાજે કહ્યું, "બોલિવૂડના લોકો પોતાને ભગવાન માને છે. તેઓ માને છે કે, તેઓ ગમે તે કરે, કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં કારણ કે, બોલીવુડ ખૂબ શક્તિશાળી છે. તેમની પાસે પૈસાની કોઈ કમી નથી, તેથી તેઓ ઘમંડથી ભરેલા છે.
કથાકાર aniruddhacharya એ bollywood પર નિશાન તાક્યું  કહ્યું   તેઓ પોતાને ભગવાન સમજે છે
Advertisement
  • જાણીતા કથાકાર અનિરૂદ્ધાચાર્ચના નિશાને બોલીવૂડ
  • બાંગ્લાદેશી ક્રિકેટરની ખરીદી મામલે આક્રોશ ઠાલવ્યો
  • તેઓ સમાજને અનૈતિકતા શીખવે છે, શું ખરેખર કોઈ તેમને રોકી શક્યું છે ? - કથાકાર

Anuruddhacharya Slam Bollywood : બોલિવૂડના કિંગ ખાન, શાહરૂખ ખાનની ટીમ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રૂ. 9 ​​કરોડ (આશરે $1.9 મિલિયન) માં ખરીદ્યા પછી વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. વિરોધ બાદ, BCCI એ KKR ને બાંગ્લાદેશી ખેલાડીને ટીમમાંથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. દરમિયાન, વૃંદાવનના કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજે આ બાબતનો વિરોધ વ્યક્ત કર્યો છે, અને સમગ્ર બોલીવુડ ઉદ્યોગ પર નિશાન સાધ્યું છે. બોલીવુડ અંગે, કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજે કહ્યું, "બોલિવૂડના લોકો પોતાને ભગવાન માને છે. તેઓ માને છે કે, તેઓ ગમે તે કરે, કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં કારણ કે, બોલીવુડ ખૂબ શક્તિશાળી છે. તેમની પાસે પૈસાની કોઈ કમી નથી, તેથી તેઓ ઘમંડથી ભરેલા છે કે, કોઈ તેમને સ્પર્શ કરી શકતું નથી. તેઓ ખુલ્લેઆમ ગુટખા અને દારૂનો પ્રચાર કરે છે. તેઓ સમાજને અનૈતિકતા શીખવે છે. તેઓ સિગારેટ, ગુટખા અને જુગારનો પ્રચાર કરે છે. શું ખરેખર કોઈ તેમને રોકી શક્યું છે ? કોણે તેમને નુકસાન પહોંચાડ્યું છે ? બોલીવુડ એટલે શક્તિ. તેઓ પોતાનામાં શક્તિશાળી લોકો છે. તમારા અને મારા જેવા સામાન્ય લોકો શું કરી શકે?"

Tags :
Advertisement

.

×