ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રોગચાળા મુદ્દે કુમાર કાનાણીનો વધુ એક Letter Bomb

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ શહેરમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે લખ્યો પત્ર રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ પાલિકા કમિશરને લખ્યો પત્ર પત્ર લખી અધિકારી પ્રત્યે ઠાલવ્યો રોષ પત્રમાં પાલિકા અધિકારીઓને લીધા આડે હાથ "રોગચાળો હોવા છતાં...
12:21 PM Sep 15, 2024 IST | Vipul Pandya
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ શહેરમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે લખ્યો પત્ર રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ પાલિકા કમિશરને લખ્યો પત્ર પત્ર લખી અધિકારી પ્રત્યે ઠાલવ્યો રોષ પત્રમાં પાલિકા અધિકારીઓને લીધા આડે હાથ "રોગચાળો હોવા છતાં...
Kumar Kanani

Letter Bomb Of Kumar Kanani : સુરતમાં વકરી રહેલ રોગચાળાના મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વાર મોરચો માંડ્યો છે. વારંવાર લેટર લખીને તંત્રનો કાન આમળવા માટે જાણીતા ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે રોગચાળા મુદ્દે પાલિકા કમિશનરને પત્ર (Letter Bomb Of Kumar Kanani)લખ્યો છે અને પાલિકા અધિકારીઓને આડે હાથ લીધા છે.

ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. આ વખતે રોગચાળા મુદ્દે કુમાર કાનાણીનો રોષ જોવા મળે છે. કુમાર કાનાણીએ રોગચાળા મુદ્દે પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે અને પાલિકાના અધિકારીઓને ઉંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો---Surat: વરાછાના BJP ના MLA નો વધુ એક લેટર બોમ્બ

કુમાર કાનાણીએ રોગચાળા મુદ્દે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો

કુમાર કાનાણીએ રોગચાળા મુદ્દે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે સુરત શહેરમાં હાલ ડેંગ્યુ અને મલેરિયા જેવો રોગચાળો ફાટી નિકળ્યો છે અને મૃત્યના આંકમાં વધારો થઇ રહ્યો છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે જગ્યા મળતી નથી અને બ્લડ બેંકોમાં લોહી પણ મળતું નથી.

ફિલ્ડમાં આવા રોગોના નિયંત્રણ માટે કોઇ પણ પ્રકારની સઘન કામગિરી થતી નથી

તેમણે પત્રમાં લખ્યું છે કે આવી ભયંકર સ્થિતીમાં સુરત મહાનગરપાલિકા અને તેનું આરોગ્ય તંત્ર નિન્દ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. જે વિસ્તારમાં કેસો આવે છે તે વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા ધુમ્રસેલ તથા દવા છંટકાવ જેવી કામગિરી કરવામાં આવતી નથી. ફિલ્ડમાં આવા રોગોના નિયંત્રણ માટે કોઇ પણ પ્રકારની સઘન કામગિરી થતી નથી.

તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગિરી કરી રહ્યું છે

પત્રમાં તેમણે રોષ વ્યક્ત કર્યો છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગિરી કરી રહ્યું છે. તો આ બાબતે નિન્દ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તત્કાળ ધોરણે ઠોસ કામગિરી કરવામાં આવે તે બાબતે યોગ્ય પગલાં લેશો.

આ પણ વાંચો---Surat Stone Pelting : તમામ આરોપીઓને આજે સુરત કોર્ટમાં રજૂ કરાશે

Tags :
DengueEpidemichealth systemKumar Kananiletter bombmalariaMLA from VarachhaSuratSurat Municipal Corporation
Next Article