Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : મમતા મરી પરવારી, 7 વર્ષની માસૂમ બાળકી પર સાવકા પિતા-સગી માતાનો અમાનુષી અત્યાચાર!

કચ્છના માધાપરમાંથી હચકારી ઘટના સામે આવી છે. માત્ર 7 વર્ષની માસૂમ બાળકી પર તેના જ માવતર દ્વારા અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સભ્ય દ્વારા નોંધાયેલ ફરિયાદમાં આરોપ છે કે સાવકા પિતા અને સગી માતાએ 7 વર્ષની માસુમ બાળકી પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજાર્યો. બાળકીને દીવાલ સાથે અથડાવી જમીન પર પટકી હોવાનો, માતાએ પણ માર મારી ગુનામાં મદદગારી કરી હોવાનો આક્ષેપ છે.
kutch   મમતા મરી પરવારી  7 વર્ષની માસૂમ બાળકી પર સાવકા પિતા સગી માતાનો અમાનુષી અત્યાચાર
Advertisement
  1. Kutch ના ભુજના માધાપરમાં 7 વર્ષની બાળકી પર અમાનુષી અત્યાચારનો મામલો
  2. માધાપર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી
  3. સાવકા પિતા અને સગી માતા સામે ગંભીર આક્ષેપ
  4. 7 વર્ષની માસુમ બાળકી પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ
  5. આરોપીએ બાળકીને દીવાલ સાથે અથડાવી જમીન પર પટકી હોવાનો આરોપ
  6. માધાપર પોલીસ મથકે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો

Kutch : કચ્છ જિલ્લાના માધાપરમાંથી હચકારી ઘટના સામે આવી છે. માનવતાને શરમાવે એવી ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે. માત્ર 7 વર્ષની માસૂમ બાળકી પર તેના જ માવતર દ્વારા અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સભ્ય દ્વારા નોંધાયેલ ફરિયાદમાં આરોપ છે કે સાવકા પિતા અને સગી માતાએ 7 વર્ષની માસુમ બાળકી પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજાર્યો. બાળકીને દીવાલ સાથે અથડાવી જમીન પર પટકી હોવાનો, સળગતી બીડી વડે શરીરે ડામ આપ્યાનો અને માતાએ પણ માર મારી ગુનામાં મદદગારી કરી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે પોલીસે (Madhapar Police) પોસ્કો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: સચિનમાં જીવના જોખમે સાપ સાથે મસ્તી કરવી યુવકને પડી ભારે, વીડિયો જોઈ રૂંવાડા ઉભા થઈ જશે

Advertisement

Kutch માં સાવકા પિતા અને સગી માતા સામે ગંભીર આક્ષેપ

કચ્છ જિલ્લાના (Kutch) માધાપર વિસ્તારમાં મમતા મરી પરવારી હોય એવી એક ઘટનાએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવ્યો છે. માત્ર 7 વર્ષની માસૂમ બાળકી પર તેની જ માતા અને સાવકા પિતાએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ થયો છે. માધાપર પોલીસ મથકે બાળકીના પરિવારના એક સભ્ય દ્વારા નોંધાવેલ ફરિયાદમાં આરોપ છે કે, સાવકા પિતા અને સગી માતાએ બાળકી પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજાર્યો. આરોપીએ બાળકીને દીવાલ સાથે અથડાવી જમીન પર પટકી હતી. સળગતી બીડી વડે શરીરે ડામ પણ આપ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Surendranagar: સાયલામાં ભૂમાફિયાઓના નેટવર્કનો પર્દાફાશ, DIG ની ટીમના દરોડાથી ખળભળાટ

આરોપીએ બાળકીને દીવાલ સાથે અથડાવી જમીન પર પટકી હોવાનો આરોપ

ઉપરાંત, બાળકીને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. માતાએ પણ માર મારી ગુનામાં મદદગારી કરી હોવાનો ફરિયાદમાં આરોપ છે. જો કે, તેઓ બાળકી પર ત્રાસ કેમ ગુજારતા હતા તે અંગેનું સાચું કારણ હાલ સામે આવ્યું નથી. આ મામલે માધાપર પોલીસ મથકે (Madhapar Police) ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. માવતર અને સંતાનોનો સંબંધ પૃથ્વી પરનો સૌથી પવિત્ર સંબંધ હોય છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે માનવીય સમાજ માટે એક મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે.

આ પણ વાંચો - PM Modi ની અપીલમાં જોડાશે Kutch University, ''નો મોટર વ્હિકલ ડે' ઉજવાશે

Tags :
Advertisement

.

×