Kutch : દુકાને પાણી ભરવા આવેલી 13 વર્ષીય સગીરાને 55 વર્ષીય આધેડે હવસનો શિકાર બનાવી
- ભુજમાં 55 વર્ષીય આધેડ દુકાનદારે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું
- દુકાનદારની દુકાનમાં સગીરા પાણી ભરવા માટે ગઇ હતી
- દરમિયાન આધેડે સગીરાને હવસનો શિકાર બનાવી
- પોલીસ અને હોસ્પિટલની કામગીરી સામે લોકોમાં રોષ
Kutch : ભુજમાં (Bhuj) ખૂબ જ શમરજનક ઘટના બની છે. 55 વર્ષીય આધેડ દુકાનદારે 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. કુંભારની દુકાનમાં પાણી ભરવા ગયેલી સગારીને દુકાનદારે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે (A Division Police) આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે પીડિત સગીરાને હોસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળતી હોવાનાં આક્ષેપ પણ પરિવારે કર્યા છે.
આ પણ વાંચો - Surat માં ચકચારી ઘટના! હીરા દલાલની પત્નીએ 4 વર્ષનાં પુત્રને ઝેર પીવડાવી પોતે પણ કર્યો આપઘાત
પાણી ભરવા દુકાને આવેલી સગીરા પર દુકાનદારે દુષ્કર્મ આચર્યું
પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છ (Kutch) જિલ્લાનાં ભુજ તાલુકામાં આવેલા મીરઝાપર છપરીવાંઢમાં (Mirzapur Chapariwand) 55 વર્ષીય ઇસાક કુંભારની દુકાન ચલાવે છે. દરમિયાન, તેમની દુકાને એક 13 વર્ષીય સગીરા પાણી ભરવા માટે આવી હતી. જો કે, 55 વર્ષીય ઇસાકે સગીરા પર નજર બગાડી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. પીડિત સગીરાએ પરિવારને સમગ્ર આપવીતી જણાવી હતી. પરિવાર સગીરાને સારવાર અર્થે પહેલા ભુજની જનરલ હોસ્પિટલ (Bhuj General Hospital) લઈ ગયો હતો. ત્યાર બાદ આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
- સુરતમાં હીરાદલાલની પત્ની અને પુત્રનો આપઘાત
- પુત્રને ઝેર પીવડાવી પોતે પણ દવા પી આપઘાત કર્યો
- મહિલાએ માતા અને બહેન સાથે વાત કર્યા બાદ પગલું ભર્યું
- આત્મહત્યા પાછળ આર્થિક તંગી કે ઘરકંકાસ હોવાની શંકા
- આ બનાવ અંગે ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી છે#Surat #SuicideCase #UttranPolice…— Gujarat First (@GujaratFirst) October 3, 2024
આ પણ વાંચો - Surat Crime Branch એ મોબાઈલ શોપમાં લૂંટ માચાવતો રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો
હોસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળતી હોવાનો આરોપ
જો કે, પહેલા પોલીસે કાર્યવાહી કરવા આનાકાની કરી હતી. પરંતુ, દબાણ વધતા પોલીસે આરોપી ઇસાકની ધરપકડ કરી હતી. આ સાથે પીડિતાનાં પરિવારે ભુજની જનરલ હોસ્પિટલમાં પીડિતાને યોગ્ય સારવાર ન મળતી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલે પોલીસે પીડિતાનાં પરિવારજનો, સ્થાનિકો અને પાડોશીઓનાં નિવેદન લીધા છે. આરોપી વિરુદ્ધ પોસ્કો (Posco Act) અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો - તેલના ડબ્બા ચોરીને અંજામ આપતો માસ્ટરમાઈન્ડ 3 વર્ષ બાદ સુરત પોલીસે ઝડપ્યો