Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: અન્યાય સામે લડતા કર્મચારીઓને દબાવવાનો અદાણીનો પ્રયાસ, ધરણા પર બેઠેલ કર્મચારીઓ સામે કરી કાર્યવાહી

કચ્છમાં અદાણી સિમેન્ટ સામે કર્મચારીઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ અદાણી કર્મચારીઓને કંપની દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
kutch  અન્યાય સામે લડતા કર્મચારીઓને દબાવવાનો અદાણીનો પ્રયાસ  ધરણા પર બેઠેલ કર્મચારીઓ સામે કરી કાર્યવાહી
Advertisement
  • કચ્છમાં અદાણી સિમેન્ટ સામે વિરોધનો મામલો
  • ધરણા પર ઉતરેલા કર્મચારીઓ સામે કરી કાર્યવાહી
  • કર્મચારીઓને એક યા બીજી રીતે પરેશાન કરતા હોવાની રાવ

કચ્છમાં અદાણી સિમેન્ટ સામે વિરોધને લઈ કંપની દ્વારા ધરણા પર ઉતરેલા કર્મચારીઓને ઘરે ફરી નોટિસ આપી છે. તેમજ અદાણી હસ્તકની સુપર હેન્ડલર કંપનીએ કહ્યું કે અમને 800 કરોડનું નુકસાન થયું છે. તેમજ જો કર્મચારીઓ કામ પર પરત નહિ ફરે તો બીજી વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓને એક યા બીજી રીતે પરેશાન કરતા હોવાની રાવ ઉઠવા પામી છે.

Advertisement

કર્મચારીઓની સમસ્યા મુદે સમાધાન કરવા બોલાવાયા

સાંઘીપુરમમાં અદાણી કર્મચારીનાં ધરણા મામલે કર્મચારીઓની સમસ્યા મુદ્દે સમાધાન કરવા બોલાવાયા. સાંજે 6 થી 8.30 સુદી સાંઘીપુરમ પ્લાન્ટની ઓફીસમાં બંધ બારણે બેઠક યોજાઈ હતી. સ્થાનિક આગેવાનો કંપનીનાં કર્મચારીઓ તેમજ પ્લાન્ટનાં અધિકારીઓ મીટીંગમાં હાજર રહ્યા હતા. કર્મચારીઓના પ્રશ્નો લેખિતમાં લઈને અમદાવાદ પહોંચાડવાની ખાતરી અપાઈ હતી. તેમજ સત્યની લડાઈમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે રહેવા બદલ કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા કર્મચારીઓની રજૂઆત સાંભળવામાં આવી હતી.

Advertisement

300 કર્મચારીઓ વતી હું આભાર માનું છુંઃમહાવીર જાડેજા

મહાવીર જાડેજા દ્વારા જણાવ્યું હતું કે, હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ જે અમારી દરેક વસ્તુને લોકો સુધી પહોંચાડી તેમજ અમારી રજૂઆતને લોકો સુધી પહોંચાડી તે બદલ 300 કર્મચારીઓ વતી હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો આભાર માનું છું.

કર્મચારીઓએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો

તેમજ કંપનીનાં કર્મચારી દ્વારા પણ ગુજરાત ફર્સ્ટનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ફર્સ્ટ દ્વારા અમારા કર્મચારીઓની જે માંગ હતી. તેને ગુજરાત ફર્સ્ટ દ્વારા અમારી રજૂઆતને ધારદાર રીતે રજૂ કરી અમને મદદ કરી તે બદલ ગુજરાત ફર્સ્ટનો આભાર માનીએ છીએ.

કર્મચારીઓ દ્વારા લેખિતમાં બાંહેધરી આપવાની માંગ

કંપની દ્વારા અદાણીનાં કર્મચારીઓને સમજાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. કર્મચારીઓ પોતાની વ્યથા વર્ણવતા રડી પડ્યા હતા. અદાણીએ કર્મચારીઓને થર્ડ પાર્ટીમાં સમાવેશ કરીને અન્યાય કરાયો છે. અદાણીએ અન્યાય કર્યો છે. અમારા પરિવારનું કોણ. કર્મચારીઓ દ્વારા લેખિતમાં બાંહેધરી આપવાની માંગ કરવામાં આવી છે. તેમજ બેભાન થયેલા એક કર્મચારીની હાલત ગંભીર છે.

અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાન-એ-જંગ શરૂ

કચ્છમાં અદાણી સિમેન્ટ (Kutch Adani Cement) ના કર્મચારીઓનો મેદાન-એ-જંગ શરૂ થયુ છે. આગઝરતી ગરમીમાં કર્મચારીઓનું ન્યાય માટે આંદોલન છે. જેમાં અબડાસા ભાજપ તાલુકા પંચાયત સદસ્ય મહાવીરસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં મહાવીરસિંહે જણાવ્યું છે કે હું તમામ કર્મચારીઓ સાથે છું, અન્યાયની લડતમાં હું સાથે જ છુ. જરૂર પડશે તો ઉગ્ર લડત કરીશ, ભલે મને જેલમાં નાંખે. હું ભાજપમાં છું પણ અન્યાય સામે બોલીશ. કાયમી કર્મચારીઓને અન્યાય ગેરવ્યાજબી છે. ઘર ખાલી કરાવવાની વાત પણ ગેરવ્યાજબી છે. રાજકારણ આજે છે અને કાલે નથી.

અમને બધાને ધમકી આપવામાં આવીઃ ભગીરથ વૈષ્ણવ(કર્મચારી)

આ બાબતે કર્મચારી ભગીરથ વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમે બધા સાંઘીમાં કાયમી કર્મચારીઓ તરીકે કામ કરીએ છીએ. જ્યારથી અદાણી સિમેન્ટ દ્વારા સાંઘી સિમેન્ટ હસ્તકગત કરી છે. ત્યારથી અમારૂ શૌષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ અદાણી સિમેન્ટ દ્વારા અમારા જે કાયમી કર્મચારીઓ છે. તેમજ કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ અમને બધાને ધમકી આપવામાં આવી રહી છે. તેમજ અમને થર્ડ પાર્ટીમાં નાખવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચોઃ Kutch: વિરોધ કરવાનો પણ કર્મચારીઓને હક નથી, રૂપિયા છે, મોટું નામ છે એટલે Adani ગમે તે કરશે?

જાણો શું છે સમગ્ર મામલો

કચ્છનાં અબડાસામાં આવેલ અદાણી હસ્તક (Kutch Adani Cement) ની સાંઘી સિમેન્ટ લિમિટેડ (Sanghi Cement Limited) નાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. અબડાસામાં આવેલ અદાણી સંચાલિત (Sanghi Industries Limited) સાંઘી સિમેન્ટ એકમમાં કર્મચારીઓએ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. સાંધી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Sanghi Industries Limited)નાં કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવા અંગેનાં નિર્ણયનો વિરોધ કરાયો હતો. તેમજ અદાણી સિમેન્ટ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમજ અબડાસા વિસ્તારમાં આવેલ સાંઘી સિમેન્ટ પ્લાન્ટ અદાણી હસ્તક થયા બાદ યોગ્ય સંચાલન ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ અદાણી સિમેન્ટ (Adani Cement) સામે નારાઓ સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. અદાણી સિમેન્ટ (Adani Cement)એ કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ પણ કર્મચારીઓ દ્વારા કર્યો છે. કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, કર્મચારીઓને પરત કાયમી કર્મચારી તરીકે લેવા.

આ પણ વાંચોઃ Kutch: અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની મેદાને-એ-જંગ!

Tags :
Advertisement

.

×