Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : અંજારમાં પાર્કિગના ઝઘડાએ લીધું હિંસક રૂપ, ધોકા અને લાકડીઓ લઈ રોડ પર ઉતર્યા શખ્સો

Kutch : અંજાર પોલીસ સ્ટેશનની હદમાં પાર્કિંગની બબાલ થઈ હતી જેમાં બબાલ હિંસક રૂપે ફેરવાઈ ગઈ હતી અને લોકો લાકડી અને ધોકા લઈ રોડ પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમયા હતા અને પોલીસને જાણ થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને થઈ જોવાજેવી.
kutch   અંજારમાં પાર્કિગના ઝઘડાએ લીધું હિંસક રૂપ  ધોકા અને લાકડીઓ લઈ રોડ પર ઉતર્યા શખ્સો
Advertisement

Kutch : અંજારના દબડા વિસ્તારમાં વાહન પાર્કિંગ મુદ્દે બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ લોકો ધોકા સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. સાત ઈસમોએ ધોકા વડે મારામારી કરી હતી અને રોડ માથે લીધો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અને અંજાર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે લોકોએ મારામારી કરી હતી તે લોકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને શખ્સોની પૂછપરછ કરી છે.

Kutch ના અંજારમાં પાર્કિંગ મામલે થઈ બબાલ

અંજારના દબાડા વિસ્તારમાં પાર્કિંગ મામલે સાત શખ્સ ધોકા લઈ રોડ પર ઉતરી આવ્યા હતા અને હુમલો થયો હતો. સમગ્ર ઘટનામાં પાર્કિંગ કરવા જેવી બાબતે હુમલો થયો હોવાની વાત સામે આવી છે. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધ્યો છે. શખ્સો ધોકા લઈ નીચે ઉતરતા નાસભાગ મચી હતી અને લોકો ગભરાઈ ગયા હતા. કારના ગેરેજમાં આ મારામારી થઈ હોવાની વાત સામે આવી છે. તો શખ્સો ધોકા લઈ સામે પક્ષે એટલે કે ફરિયાદીને મારી રહ્યાં છે અને આસપાસના લોકો તેમને છોડાવી રહ્યાં છે તેમ છત્તા શખ્સો હુમલો કરતા રહ્યાં હતા.

Advertisement

અંજાર પોલીસે કેબલચોરને ઝડપી પાડયા

અંજાર, રતનાલ, પદ્ધર અને દુધઈ પંથકના વાડી વિસ્તારોમાં લાંબા સમયથી હાહાકાર મચાવતી કેબલચોર ટોળકીના ત્રણ સાગરીતોને અંજાર પોલીસે સતત દોઢ મહિનાની મહેનત બાદ ઝડપી પાડ્યા છે. પોલીસે શ્રમિકના વેશમાં રાત્રિના 10 થી સવારના 5 વાગ્યા સુધી બાવળની ઝાડીઓમાં છુપાઈને ઓપરેશન પાર પાડ્યું હતું. આ સફળતાથી પદ્ધર, અંજાર અને દુધઈ પોલીસ મથકની હદમાં બનેલા વાયર ચોરીના કુલ 38 ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે. પોલીસે ચોરીના મુખ્ય આરોપી જાકબ આમદ સમા (રહે. જૂના દેઢિયા, ભુજ) તથા ચોરીનો માલ રાખનારા બે ભંગારના વેપારી ભાઈઓ મામદ ઈશાક કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન ઈશાક કુંભાર (બંને રહે. અંજાર)ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ.2.76 લાખની કિંમતનો 425 કિલોગ્રામ કોપર વાયર, એક મોટરસાઇકલ અને એક કાર મળી કુલ રૂ. 4,01,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર

Advertisement

.

×