Kutch : ભુજ મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી! વેજ બર્ગરના બદલે નોન-વેજ પીરસાતા ગ્રાહકમાં રોષ
Kutch : ભુજના ત્રિમંદિર નજીક આવેલા મેક ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે. જેમાં ગ્રાહકે વેજ વસ્તુનો ઓર્ડર કરતા તેને નોનવેજ પીરસાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો ગ્રાહકે રેસ્ટોરન્ટના મેનેજરને આ બાબતે જાણ કરી હતી પરંતુ કોઈ સરખો જવાબ ના આપતા વિવાદ વકર્યો હતો.
Advertisement
Kutch : ભુજના ત્રિમંદિર નજીક મેક ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો પરંતુ ગ્રાહકનો આક્ષેપ છે કે જયારે બર્ગર આવ્યું તો તેમા નોનવેજ હતુ જેના કારણે વિવાદ વધ્યો અને ગ્રાહકે રેસ્ટોરન્ટમાં જ હોબાળો મચાવતા લોકોના ટોળા ઉમટી પડયા હતા.

