ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch: અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની મેદાને-એ-જંગ!

બીજા દિવસે પણ 300 કર્મચારીઓના અદાણી કંપની સામે ધરણા પર છે. જેમાં ગુજરાત ફર્સ્ટની ટીમ અબડાસા તાલુકાના સાંઘીપુરમ પહોંચી
08:27 AM Apr 18, 2025 IST | SANJAY
બીજા દિવસે પણ 300 કર્મચારીઓના અદાણી કંપની સામે ધરણા પર છે. જેમાં ગુજરાત ફર્સ્ટની ટીમ અબડાસા તાલુકાના સાંઘીપુરમ પહોંચી

કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની મેદાને-એ-જંગ! શરૂ થઇ છે. જેમાં કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. બીજા દિવસે પણ 300 કર્મચારીઓના અદાણી કંપની સામે ધરણા પર છે. જેમાં ગુજરાત ફર્સ્ટની ટીમ અબડાસા તાલુકાના સાંઘીપુરમ પહોંચી છે. તેમજ કંપનીના કર્મચારીઓના કાળઝાળ ગરમીમાં મંડપ બાંધીને ધરણા પર છે.

અદાણી ગ્રુપ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ

અદાણી ગ્રુપ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ છે. અબડાસામાં અદાણીના સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ છે. કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ છે. વિરોધ કરી રહેલા 18 કર્મચારીઓને 48 કલાકમાં હાજર થવા નોટિસ છે. પેટા કોન્ટ્રાકટ એજન્સીના સુપર હેન્ડલર પ્રાઇવેટ લિમિટેડે નોટિસ ફટકારી છે. તેમાં 48 કલાકમાં હાજર નહીં થાઓ તો આવાસ ખાલી કરવાની નોટિસ આપી છે.

લોકો કરી રહ્યાં છે આ સવાલ, શું જવાબ આપશે અદાણી

- કંપની સામે હડતાળમાં ઉતરેલા કર્મચારીઓ સામે હવે નોટિસનું હથિયાર?
- શું અદાણી કંપની હવે હડતાળીયા કર્મચારીઓને આવી રીતે દબાવશે?
- શું હડતાળ કરનારા કર્મચારીઓ પાસેથી અદાણી રોટલો પણ છિનવશે?
- જાહેરજીવનમાં લોકોનું ભલુ દેખાડતી અદાણી કંપનીની આવી વાસ્તવિકતા?
- સાંઘીએ સાચવેલા કર્મચારીઓને કાઢીને જ ઝંપશે અદાણી કંપની?
- શું અદાણીની તમામ કંપનીઓમાં કર્મચારીઓ સાથે થાય છે આવું વર્તન?

જાણો શું છે સમગ્ર મામલો:

કચ્છનાં અબડાસામાં આવેલ અદાણી હસ્તક (Kutch Adani Cement) ની સાંઘી સિમેન્ટ લિમિટેડ (Sanghi Cement Limited) નાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. અબડાસામાં આવેલ અદાણી સંચાલિત (Sanghi Industries Limited) સાંઘી સિમેન્ટ એકમમાં કર્મચારીઓએ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. સાંધી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Sanghi Industries Limited)નાં કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવા અંગેનાં નિર્ણયનો વિરોધ કરાયો હતો. તેમજ અદાણી સિમેન્ટ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમજ અબડાસા વિસ્તારમાં આવેલ સાંઘી સિમેન્ટ પ્લાન્ટ અદાણી હસ્તક થયા બાદ યોગ્ય સંચાલન ન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ અદાણી સિમેન્ટ (Adani Cement) સામે નારાઓ સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. અદાણી સિમેન્ટ (Adani Cement)એ કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ પણ કર્મચારીઓ દ્વારા કર્યો છે. કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, કર્મચારીઓને પરત કાયમી કર્મચારી તરીકે લેવા.

 

Tags :
Adani GroupAdaniCompanyEmployeesGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsKutchTop Gujarati News
Next Article