Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: ગેરકાયદે ડિઝલના ગોરખધંધાનો પર્દાફાશ, 26 હજાર લીટર જથ્થો જપ્ત

કચ્છના સફેદ રણ અને સરહદી વિસ્તારોમાં પ્રવાસન અને વિકાસની આડમાં ચાલતા ગેરકાયદેસર ઇંધણના કારોબાર પર ભુજ પુરવઠા વિભાગે મોટી સ્ટ્રાઈક કરી છે. ખાવડા અને ધોરડોમાં છૂપી રીતે રાખવામાં આવેલ 26,000 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપી પાડીને તંત્રએ કાળાબજારિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
kutch  ગેરકાયદે ડિઝલના ગોરખધંધાનો પર્દાફાશ  26 હજાર લીટર જથ્થો જપ્ત
Advertisement
  • Kutch માં ગેરકાયદે ડિઝલના કાળાબજાર પર પુરવઠા વિભાગનો હથોડો!
  • ખાવડા અને ધોરડોમાં તંત્રના દરોડા, 26 હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી જપ્ત
  • બિલ કે લાયસન્સ વગર ડિઝલના મોટા સંગ્રહનો ભુજ પુરવઠા વિભાગે કર્યો પર્દાફાશ
  • આર.એસ. કન્સ્ટ્રક્શન અને હર્ષ અર્થ મુવર્સનો 20.80 લાખનો મુદ્દામાલ સીઝ
  • સરહદી વિસ્તારમાં પ્રતિબંધિત રીતે ઇંધણ વેચનારા તત્વોમાં ફેલાયો ફફડાટ
  • સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડાવી જથ્થો રાખવા બદલ કડક કાર્યવાહીની તજવીજ

Kutch Illegal Diesel Raid: કચ્છ જિલ્લાના સરહદી પ્રદેશોમાં ગેરકાયદે રીતે ડિઝલના વેચાણ અને સંગ્રહની વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ ભુજ પુરવઠા વિભાગે (Supply Department) કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાવડા (Khavda) અને પ્રવાસન ધામ ધોરડો (Dhordo) વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન પુરવઠા વિભાગે ગેરકાયદેસર ઇંધણના મોટા જથ્થાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

Kutch: બે અલગ અલગ સ્થળોએ દરોડા

પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 26,000 લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી (Flammable Petroleum Fluid) મળી આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે એક ટેન્કમાંથી અંદાજે 20,000 લીટર અને અન્ય એક સ્થળેથી 6,000 લીટર જેટલું પ્રવાહી સંગ્રહિત કરવામાં આવ્યું હતું. આ જથ્થા અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સંચાલકો પાસે કોઈ પણ પ્રકારના બિલ કે લાયસન્સ (License) મળી આવ્યા ન હતા.

Advertisement

Advertisement

20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આશરે 20.80 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ (Seized) કરવામાં આવ્યો છે. તપાસમાં ખૂલ્યું છે કે આ પ્રવાહીનો જથ્થો 'આર.એસ. કન્સ્ટ્રક્શન' (R.S. Construction) અને 'હર્ષ અર્થ મુવર્સ' (Harsh Earthmovers) નામની પેઢીઓનો હોવાનું સામે આવ્યું છે. સત્તાધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને અને કોઈ પણ કાયદેસરના આધાર વગર આ જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જે મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકત. હાલમાં આ મામલે કલેક્ટર કચેરી દ્વારા આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: 'મમતા બેનર્જી હારી જતાં માહોલ બગાડ્યો', બંગાળથી પાછા આવેલા Deep Prajapati એ વર્ણવી હચમચાવતી આપવીતી

Tags :
Advertisement

.

×