Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: પાણીપુરીનો સ્વાદ પડ્યો ભારે, બાળકો, મહિલાઓ સહિત 50 થી વધુ હોસ્પિટલમાં

ભુજ તાલુકાના લોડાઈ ગામમાં એક સામાન્ય સાંજ અચાનક મેડિકલ ઈમરજન્સીમાં ફેરવાઈ ગઈ હતી. પાણીપુરી ખાવાનો શોખ અનેક લોકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થયો અને જોતજોતામાં હોસ્પિટલના બેડ ભરાઈ ગયા. વહીવટી તંત્રએ તાત્કાલિક કડક પગલાં ભરીને લારીઓ તો બંધ કરાવી દીધી છે,
kutch  પાણીપુરીનો સ્વાદ પડ્યો ભારે  બાળકો  મહિલાઓ સહિત 50 થી વધુ હોસ્પિટલમાં
Advertisement
  • Kutch: ભૂજ તાલુકાના લોડાઈમાં ફૂડ પોઇઝનિંગની ઘટના
  • પાણીપુરી ખાધા બાદ 50થી વધુ લોકોની તબિયત લથડી
  • બાળકો, મહિલાઓ સહિતના અસરગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ
  • ગામમાં મચી અફરાતફરી, આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી
  • વહીવટી તંત્ર દ્વારા ગામમાં ખાણીપીણીની તમામ લારીઓ કરાઇ બંધ
  • પાણીપુરીના સેમ્પલ લઈ તપાસ તેજ, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સવાલ

કચ્છ (Kutch) જિલ્લાના ભુજ (Bhuj) તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઇઝનિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં પાણીપુરી (Panipuri) ખાધા બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, સાંજના સમયે લારી પર પાણીપુરીનો આનંદ માણ્યા બાદ 50થી વધુ લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી હતી.

Kutch: 50 થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ

ઘટનાની ગંભીરતાને જોતા ગામમાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અસરગ્રસ્તોમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તમામ 50થી વધુ દર્દીઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ (G.K. General Hospital Bhuj) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબો દ્વારા યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરવામાં આવી છે, જોકે હાલ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.

Advertisement

Kutch Food Poiso_gujarat_first

Advertisement

ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો

આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ (Health Department) તાત્કાલિક હરકતમાં આવ્યું છે. લોડાઈ ગામમાં સાવચેતીના ભાગરૂપે ખાણીપીણીની તમામ દુકાનો અને લારીઓ (Food stalls) હાલ પૂરતી બંધ કરાવી દેવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પાણીપુરીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ બનેલી આ ઘટનાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: Kutch: નખત્રાણાના ધાવડા-દેવપર હાઈવે રક્તરંજિત, ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

Tags :
Advertisement

.

×