Kutch : ચૈત્ર નવરાત્રિની આઠમે વાગડનાં રવેચી અને મોમાઇ માતાજીનાં દર્શને ભક્તોનું ઘોડાપૂર
- Kutch માં ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ભક્તોની ભીડ
- વાગડના રવેચી અને મોમાઇ માતાજીનાં દર્શને ભક્તોની ભીડ
- ઠેર ઠેર સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું
- રાપરમાં રામનવમીને લઇ પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું
- કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીનાં પગલાં લેવાયા
Kutch : કચ્છમાં ચૈત્રી નવરાત્રિનાં (Chaitri Navratri) તહેવારની આઠમ નિમિત્તે વાગડ વિસ્તારમાં આવેલા રવેચી અને મોમાઈ માતાજીનાં પ્રસિદ્ધ ધામમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે રામનવમીને (Ram Navami) લઇ રાપરમાં પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાનાં ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ (Foot Patrolling) હાથ ધર્યું હતું. રામનવમીનાં દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીનાં પગલાં લેવાયા છે.
Kutch ના રવેચી અને મોમાઇ માતાજીનાં દર્શને ભક્તોની ભીડ
કચ્છનાં (Kutch) વાગડનાં રવેચી મોમાઈ માતાજીનાં મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો. 'જય માતાજી' નાં નાદથી આખું વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓની સુવિધા માટે સ્થાનિક સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનો દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણી, નાસ્તો, ચા-કોફી અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરમિયાન ભક્તોમાં અપાર ઉત્સાહ અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળ્યું. માતાજીની કૃપા મેળવવા માટે ઘણા ભક્તોએ દૂર-દૂરથી પગપાળા આવવાની પરંપરા પણ જાળવી રાખી.
કચ્છના રાપરમાં રામનવમીને લઇ પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું
રાપર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિગ કરાયું
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે પેટ્રોલિંગ કર્યું
કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા લેવાયા#Rapar #KutchPolice #RamNavamiSecurity #FootPatrolling… pic.twitter.com/Jb3SYenLF2— Gujarat First (@GujaratFirst) March 26, 2026
આ પણ વાંચો -Ahmedabad : ઈંધણની અછતની અફવા મેટ્રો અને AMTS ને ફળી! આવકમાં થયો વધારો
રાપરમાં રામનવમીને લઈ પોલીસની તકેદારી
બીજી તરફ, કચ્છના રાપર (Rapar) શહેરમાં રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. રાપર શહેરના અલગ-अલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ (Foot Patrolling) હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પેટ્રોલિંગ અને નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે. બંને તહેવારોને લઈને કચ્છ જિલ્લામાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતત સતર્ક છે.
આ પણ વાંચો - Gujarat BJP : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું - AAP નેતાઓ..!


