Kutch જિલ્લા પર કુદરતનો કોપ, વરસાદ ખેંચાતા પશુપાલકોની મુશ્કેલીમાં વધારો, ઘાસચારાની ભારે તંગી
Kutch : ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં હાલમાં મેઘરાજાએ વિરામ લેતા પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સામાન્ય રીતે જે સમયે ખેતરો લીલાછમ હોવા જોઈએ, તે સમયે કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા અછત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
Advertisement
Kutch : ખાસ કરીને પશુપાલકો માટે આ સ્થિતિ જીવના જોખમ સમાન બની રહી છે. વરસાદના અભાવે ઘાસચારાની ગંભીર અછત ઊભી થતા ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધી રહી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા સરપંચ સંગઠન દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

