ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, BSF એ જખૌ બંદર પરથી ચરસના 10 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ કર્યા જપ્ત

14 ઓગસ્ટ 2023 ના રોજ, BSF એ ભુજના જખૌ બીચથી લગભગ 11 કિમી દૂર નિર્જન કુંડી બેટમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ્સ (દરેકનું વજન આશરે 01 કિલો) અને 01 પેકેટ હેરોઈન રિકવર કર્યું હતું. ચરસના 10 પેકેટમાં 'ડાર્ક સુપ્રિમો બ્લેક...
06:27 PM Aug 14, 2023 IST | Dhruv Parmar
14 ઓગસ્ટ 2023 ના રોજ, BSF એ ભુજના જખૌ બીચથી લગભગ 11 કિમી દૂર નિર્જન કુંડી બેટમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ્સ (દરેકનું વજન આશરે 01 કિલો) અને 01 પેકેટ હેરોઈન રિકવર કર્યું હતું. ચરસના 10 પેકેટમાં 'ડાર્ક સુપ્રિમો બ્લેક...

14 ઓગસ્ટ 2023 ના રોજ, BSF એ ભુજના જખૌ બીચથી લગભગ 11 કિમી દૂર નિર્જન કુંડી બેટમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ્સ (દરેકનું વજન આશરે 01 કિલો) અને 01 પેકેટ હેરોઈન રિકવર કર્યું હતું. ચરસના 10 પેકેટમાં 'ડાર્ક સુપ્રિમો બ્લેક કોફી'નું પેકેજિંગ છે અને તે પીળા રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યું હતું. થોડા મીટર દૂર એક સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલું હેરોઈનનું એક પેકેટ મળી આવ્યું હતું.

એપ્રિલ 2023 ના મધ્યભાગથી અત્યાર સુધીમાં જખૌ કિનારેથી ચરસના 50 પેકેટ અને હેરોઈનના 09 પેકેટ ઝડપાયા છે. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત હાઈ એલર્ટ પર છે. BSF દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પેકેટ સીમા પારથી સમુદ્રી લહેરોમાં કચ્છની સરહદ સુધી તણાઈ આવતા હોવાનુ તારણ છે.

આ પણ વાંચો : રાજ્યભરના નેફ્રોલોજીસ્ટ આજથી pmjay યોજના હેઠળ ડાયાલિસિસના ભાવ ઘટાડાને લઈને હડતાલ પર, સરકાર કહ્યું- ભાવ નહીં વધે

Tags :
charasCrimeDrugGujaratKutch
Next Article