Kutch : બિદડા ગામે હરિકો ભવન, અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ
- Kutch ના બિદડા ગામે હરિકો ભવન, અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ
- કચ્છ યુવક સંઘ દ્વારા નવનિર્મિત ભવન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્ત થયું લોકાર્પણ
- સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ ફિઝિયો પર ભાર મૂકવો જોઈએ : DyCM હર્ષભાઈ સંઘવી
- 'સ્પોર્ટ્સ કલ્ચરથી આવનારી પેઢીમાં અનેક દુષણોને સમાપ્ત કરી શકાશે'
Kutch : કચ્છમાં બિદડા કચ્છ યુવક સંઘ (Kutch Yuvak Sangh) સંકુલ ખાતે હરીકો ભવન તથા 7 એકરમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આજ રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DyCM Harshabhai Sanghvi) હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ બિદડા ખાતે 7 એકરમાં ફેલાયેલી સ્પોર્ટ્સ એકેડેમીને (Sports Academy) કચ્છનું ઉજ્જવળ ભવિષ્ય ગણાવતા આ એકેડમી ગુજરાતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ તૈયાર કરશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારત દેશમાં ગુજરાત વિકસિત રાજ્ય તરીકે નંબર વન છે, જેનું સૌથી મોટું કારણ એકસંપ થઈને મહેનત કરવા સાથે સાચા માર્ગે પોતાના નાણા વાપરતા ગુજરાતીઓ છે.
બિદડા ખાતેના આ આધુનિક સંકુલને ગુજરાતીઓની એકતા તથા સહિયારા પ્રયાસનું ઉદાહરણ ગણાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કચ્છ બહાર વસતા હોવા છતાં પોતાના વતનને ન ભૂલનાર દાતાઓને અભિનંદન આપ્યા હતા. સાથે આવા સેવાકાર્યોથી લોકસેવકોને પણ સામાજિક કાર્યોમાં આગળ વધવાની પ્રેરણા મળતી હોવાનું ઉમેર્યું હતું.
Kutch, સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયો પર ભાર મૂકવો જોઈએ : DyCM હર્ષભાઈ સંઘવી
બિદડા સ્પોર્ટ્સ સંકુલમાં (Bidada Sports Complex) 400 મીટરના ટ્રેકને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ કચ્છના યુવાનોના સપના સાકાર કરતો ટ્રેક ગણાવતા નાયબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અહીં સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ સાયન્સ તથા સ્પોર્ટ્સ ફિઝિયો પર પણ ભાર મૂકવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જો કચ્છના દાતાઓ તેમ જ સંસ્થાના આગેવાનો કચ્છમાં અન્ય તાલુકામાં પણ આવા સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માંગતી હોય તો રાજ્ય સરકાર તેમને તમામ રીતે મદદરૂપ બનશે તેવી ખાત્રી આપી હતી.
Kutch : કચ્છના બિદડા ગામમાં કચ્છ યુવક સંઘ દ્વારા નિર્મિત “હરિકો ભવન” અને “સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ”નું ભવ્ય લોકાર્પણ
મુખ્ય અતિથિ DyCM હર્ષભાઈ સંઘવીએ યુવાશક્તિને પ્રોત્સાહન આપતા ગ્રામ્ય વિકાસમાં આધુનિક સુવિધાઓના મહત્વ પર ભાર મૂક્યો.
“હરિકો ભવન” સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો… pic.twitter.com/bj5T6wUdSa
— Gujarat First (@GujaratFirst) February 14, 2026
'સ્પોર્ટ્સ કલ્ચરથી આવનારી પેઢીમાં અનેક દુષણોને સમાપ્ત કરી શકાશે'
વધુમાં નાયબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshabhai Sanghvi) ઉમેર્યું હતું કે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ વિસ્તારમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવા માટે પ્રેરણા રૂપ બનશે. સ્પોર્ટ્સ કલ્ચરના કારણે આવનારી પેઢીમાં અનેક દુષણોને સમાપ્ત કરી શકાશે, જે આ વિસ્તારના ગામ, તાલુકા તથા કચ્છ માટે અનોખી ભેટ બની રહેશે. આ સાથે કચ્છ યુવક સંઘના આગેવાનોની સિનિયર સિટિઝનોને પુનઃ ગામડાઓમાં લાવીને ગામોને જીવંત બનાવવાના પ્રયાસની સરહાના કરતા તેમણે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દેનાર પરિવારજનના નાણાનો કોઈપણ સદકાર્યોમાં ઉપયોગ ન કરવા સહિતના સબકરૂપ મક્કમ નિર્ણયો લેવા પણ હાકલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનોને કરી આ હાકલ!
ગુજરાત સરકારના 'વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' ની ફલશ્રુતિ રૂપે ગુજરાતને 'કોમનવેલ્થ ગેમ્સ' નું (Commonwealth Games) યજમાનપદ મળ્યું છે ત્યારે કચ્છના યુવાનોને આહ્વાન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પરસેવો પાડીને 2030 કોમન વેલ્થ માટે તૈયાર થઈ જવા તથા ગુજરાત માટે મેડલ જીતી લાવવા સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી.
આ પણ વાંચો - Junagadh: ભવનાથ મેળામાં SHE Team નું સુરક્ષા કવચ, જુઓ ખાસ અહેવાલ
કચ્છના બિદડામાં સ્પોર્ટ્સ ક્રાંતિનો પ્રારંભ !🥅⛳
આજ રોજ કચ્છના બિદડા ગામ ખાતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કચ્છ યુવક સંઘ પ્રેરિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને હરિકો ભવનનું ઉદ્ઘાટન કર્યું. pic.twitter.com/1ZGzCTmcOl
— Harsh Sanghavi (@sanghaviharsh) February 14, 2026
'Kutch યુવક સંઘ એ માત્ર નામ નથી, પણ કચ્છના વિકાસનો સાક્ષી છે'
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, કચ્છ યુવક સંઘ એ માત્ર નામ નથી, પણ કચ્છના વિકાસનો સાક્ષી છે. દુકાળમાં રાહત કાર્ય, હોય કે કચ્છમાં રેલવે સુવિધાની વાત હોય સંસ્થાએ સંઘર્ષ કર્યા છે. તેમણે 'એન્કરવાલા રક્તદાન અભિયાન' અંતર્ગત અત્યાર સુધીમાં થયેલા 2,53,000 યુનિટ રક્તદાનની સેવાને બિરદાવી હતી. આ સાથે નાયબ મુખ્યમંત્રીએ સંસ્થાની ભૂકંપ પછી 11 ગામડાના પુનર્વસનની કામગીરી જેમાં 'બોચા' ગામનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendrabhai Modi) હસ્તે થયું હોવાની વાતનો ઉલ્લેખ કરતા તેમણે આવનારી પેઢીને પ્રેરણા મળે માટે પુનર્વસન થયેલા 11 ગામોનો સંઘર્ષ તેમ જ વર્તમાન સફળતાથી વાકેફ કરાવવા વિલેજ ટુર કરાવીને ક્રાઇસીસ મેનેજમેન્ટના પાઠ ભણાવવા તેમણે આગેવાનોને અનુરોધ કર્યો હતો.
આ આગેવાનો રહ્યા હાજર
આ પ્રસંગે સાસંદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય વાસણભાઈ આહિર, અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, કચ્છ યુવક સંઘના પ્રમુખ રાહુલભાઈ દેઢીયા, આગેવાન દેવજીભાઈ વરચંદ, સ્પોર્ટ્સ ફેસિલિટી બિલ્ડિંગના દાતા કોમલભાઈ છેડા, હરિકો ભવનના દાતા હરીશભાઈ રવજી છેડા, સ્પોર્ટ્સ કોમ્પલેક્સના માતૃશ્રી સરલાબેન શાંતિલાલ શાહ, સ્પોર્ટ્સ એકેડમીના શાંતિલાલ રતનશી પટેલ, અનિલભાઈ ગાલા, નેહાબેન ગરેવાલ, દિલીપભાઈ દેઢિયા, અતુલભાઇ એન્કરવાલા, અનિરુદ્ધભાઈ ગાલા, બિદડા સર્વોદય ટ્રસ્ટના વિજયભાઈ છેડા, જયંતભાઈ છેડા, સંજયભાઈ એન્કરવાલા, પ્રફુલભાઈ પાસડ સહિત અન્ય દાતાશ્રીઓ તથા આગેવાન હાજર રહ્યા હતા.
અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો - Bhavnath Mela : મોરારીબાપુએ કહ્યું, 'મહાકુંભ' પછી જુનાગઢમાં 'મિનિકુંભ', યુવાનો આવે છે મતલબ સનાતન ધર્મ..!


