Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch માં ગેરકાયદે બાંધકામ સામે ઝીરો ટોલરન્સ, બુટલેગર રમજુ ગંઢની બે દુકાનો તંત્રએ જમીનદોસ્ત કરી

Kutch જિલ્લાના ગાંધીધામ તાલુકામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. ગાંધીધામના ચુડવા ગામની સીમમાં સાયકલોન સેન્ટર સામેના વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ તંત્રની કાર્યવાહી હેઠળ તોડી પાડવામાં આવ્યું છે.
kutch માં ગેરકાયદે બાંધકામ સામે ઝીરો ટોલરન્સ  બુટલેગર રમજુ ગંઢની બે દુકાનો તંત્રએ જમીનદોસ્ત કરી
Advertisement

Kutch : આ કાર્યવાહી મુખ્યત્વે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા અને લિસ્ટેડ બુટલેગર રમજુ મામદ ગંઢ દ્વારા ઉભા કરાયેલા બાંધકામ પર કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પડાણા ગામના રહેવાસી આરોપી રમજુ ગંઢ દ્વારા આશરે 100 થી 150 ચોરસ મીટર જેટલી જગ્યા પર ગેરકાયદેસર રીતે બે પાકી દુકાનોનું કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×