Kutch : ભચાઉના કરમરિયા ગામમાં શિક્ષકની અનોખી વિદાય, 27 વર્ષ સેવા આપનાર શિક્ષક પર ગ્રામજનોએ વરસાવ્યો પ્રેમ
Kutch : ભચાઉના કરમરિયા ગામમાં શિક્ષકને અનોખી વિદાય ગ્રામજનોએ ભીની આંખે આપી છે. ભચાઉ તાલુકાના કરમરિયા ગામમાં શિક્ષકને અનોખી અને યાદગાર વિદાય આપવામાં આવી. 27 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર શિક્ષક રવિન્દ્રભાઈ પટેલની બદલી થતાં સમારોહ યોજાયો.
Advertisement
Kutch : ગ્રામજનોએ શિક્ષકને 'ગુરુ'ના સર્વોચ્ચ સ્થાન સાથે સન્માનિત કર્યા છે અને શિક્ષકને શોભાયાત્રા સ્વરૂપે ગામમાં ભવ્ય રીતે ફેરવવામાં આવ્યા. ગામલોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં વિદાય સમારંભમાં જોડાયા. શિક્ષકના યોગદાનને બિરદાવતા અનેક લોકોએ ભાવુક સંબોધન કર્યું અને ગ્રામજનોએ શિક્ષકને પાંચ લાખ રૂપિયાના દાગીનાની ભેટ અર્પણ કરી.

