Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : સૂરજબારી ટોલ પ્લાઝા પર સ્થાનિકોનું જબરદસ્ત વિરોધ પ્રદર્શન, લગાવ્યા ગંભીર આરોપ

સૂરજબારી ટોલ પ્લાઝા પર સ્થાનિકો લોકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટોલ પ્લાઝા પર ગ્રામજનો પાસેથી પણ ટોલ ટેક્સ લેવાતા હોવાનાં આરોપ સાથે લોકોએ ઊગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વગદાર નેતાઓની ટ્રકો ટોલ વગર પસાર થતી હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. ઉદ્યોગપતિઓના માલિકીના વાહનો બેરોકટોક પસાર થયાનો પણ આરોપ છે. આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ સ્થાનિકોએ ઉચ્ચારી છે.
kutch   સૂરજબારી ટોલ પ્લાઝા પર સ્થાનિકોનું જબરદસ્ત વિરોધ પ્રદર્શન  લગાવ્યા ગંભીર આરોપ
Advertisement
  1. Kutch નાં સૂરજબારી ટોલ પ્લાઝા પર ભારે વિરોધ પ્રદર્શન
  2. ટોલ પ્લાઝા પર ગ્રામજનોએ કર્યો ઊગ્ર સૂત્રોચ્ચાર
  3. સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ લેવાતો હોવાનો આરોપ
  4. વગદાર નેતાઓની ટ્રકો ટોલ વગર પસાર થતી હોવાનો આક્ષેપ
  5. ઉદ્યોગપતિઓના માલિકીના વાહનો બિન્દાસ પસાર થયાનો આક્ષેપ

Kutch : સૂરજબારી ટોલ પ્લાઝા (Surajbari Toll Plaza) પર સ્થાનિકો લોકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટોલ પ્લાઝા પર ગ્રામજનો પાસેથી પણ ટોલ ટેક્સ (Toll Tax) લેવાતા હોવાનાં આરોપ સાથે લોકોએ ઊગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વગદાર નેતાઓની ટ્રકો ટોલ વગર પસાર થતી હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. ઉદ્યોગપતિઓના માલિકીના વાહનો બેરોકટોક પસાર થયાનો પણ આરોપ છે. આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ સ્થાનિકોએ ઉચ્ચારી છે. ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શનનાં કારણે અન્ય વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.

આ પણ વાંચો - ક્યાંક ખેડૂતે માંગી 'Ganja'ની ખેતીની મંજૂરી, તો ક્યાંક દેવું વધી જતાં સુરતની મહિલા બની drug peddler

Advertisement

Kutch માં સૂરજબારી ટોલ પ્લાઝા ખાતે લોકોનો વિરોધ

કચ્છના (Kutch) ભચાઉ તાલુકાના સૂરજબારી ટોલ પ્લાઝા ખાતે સ્થાનિક ગ્રામજનો દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા અને ટોલ નાકાની (Surajbari Toll Plaza) વ્યવસ્થા સામે ગંભીર આરોપો લગાવ્યા. સ્થાનિક ગામડાઓનાં લોકોનાં આક્ષેપ છે કે તેમને ટોલ ટેક્સ ભરવો પડે છે, જ્યારે વગદાર નેતાઓની ટ્રકો અને ઉદ્યોગપતિઓના માલિકીના વાહનો ટોલ વગર બિન્દાસ પસાર થઈ જાય છે. આ અસમાનતાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોની માગ છે કે આસપાસના ગામોના લોકલ વાહનો માટે સર્વિસ રોડ ખોલવામાં આવે અથવા નજીવી રકમે પાસ આપવામાં આવે. આ વિરોધ પ્રદર્શનને કારણે અન્ય વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

નેતાઓની ટ્રકો, ઉદ્યોગપતિઓના વાહનો ટોલ વગર પસાર થવાનો આરોપ

બીજી તરફ ટોલ નાકાના સંચાલકોએ પણ પલટવાર કર્યો છે અને કહ્યું છે કે ટ્રાન્સપોર્ટરો અને કેટલાક લોકો ટોલ (Toll Tax) ભરવા માંગતા નથી, જેના કારણે તેઓને લાખો રૂપિયાનો નુકસાન થયું છે. સંચાલકોનો આક્ષેપ છે કે સ્થાનિક નેતાઓ ટોલ નાકાના સંચાલકોને દબાણ કરવા માગે છે. આ ઘટના બાદ ટોલ પ્લાઝા પર પોલીસનો (Bhachau Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ અધિકારીઓ તૈનાત કરાયા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની સતર્કતા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Patan : જોઈ લો...ઝીલિયામાં પોલીસ પર હુમલો કરનારાઓની હાલત, જાહેરમાં સરભરા, જોવા આખું ગામ ઊમટ્યું!

Tags :
Advertisement

.

×