Kutch : માંડવી બીચ પર પ્રવાસી યુવક દરિયામાં તણાયો, સ્થાનિક લોકોએ જીવના જોખમે દરિયામાં કૂદી દિલધડક રેસ્ક્યૂ કર્યુ
Kutch ના માંડવી બીચ પર પ્રવાસી યુવક દરિયામાં તણાયો હતો અનેપરપ્રાંતીય યુવાનો બીચ પર ફરવા આવ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. દરિયાની ઊંચી લહેરોમાં ફસાતા યુવક દૂર સુધી તણાઈ ગયો તો સ્થાનિક લોકોએ જીવના જોખમે દરિયામાં કૂદી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
Advertisement
Kutch : દરિયા કિનારે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે યુવકો ફરવા માટે આવ્યા હતા અને દરિયા કિનારે સ્નાન કરી રહ્યાં હતા તે દરમિયાન એક યુવાન દરિયાની એક લહેરમાં અંદર સુધી ખેંચાઈ ગયો હતો અને તેને બચાવવા માટે સ્થાનિકો પણ અંદર કૂધ્યા હતા અને રેસ્કયૂ કરીને તેનો જીવ બચાવ્યો હતો.

