Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સરહદે મરીન કમાન્ડો હાઈ એલર્ટ, જખૌ સેક્ટરમાં સઘન ચેકિંગ

કચ્છના (Kutch) દરિયાકાંઠે અચાનક મરીન કમાન્ડોની હિલચાલ કેમ વધી ગઈ છે? વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓ વચ્ચે જખૌ સેક્ટરથી લઈને મોહાડી સુધીના વિસ્તારોમાં સુરક્ષાનું એવું કયું ચક્રવ્યૂહ રચાયું છે જે માછીમારોને પણ સાવધ કરી રહ્યું છે. શંકાસ્પદ બોટ અંગેની તમામ માહિતી કમાન્ડોને પહોંચાડવાના આદેશ અપાયા છે.
kutch  વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સરહદે મરીન કમાન્ડો હાઈ એલર્ટ  જખૌ સેક્ટરમાં સઘન ચેકિંગ
Advertisement
  • Kutch ની દરિયાઈ સરહદે મરીન કમાન્ડો હાઈ એલર્ટ
  • જખૌ સેક્ટરના દરિયાઈ વિસ્તારોમાં હાથ ધરાયું સઘન પેટ્રોલિંગ
  • કોસા, લીમલીવાંઢ અને મોહાડી સુધી મરીન ફોર્સનું સર્ચ ઓપરેશન
  • માછીમારોને શંકાસ્પદ બોટ અને ડ્રગ્સ મામલે સતર્ક રહેવા સૂચના
  • દરિયામાં યુદ્ધના સાધનો અને મિસાઈલ તણાઈ આવવાની શક્યતા
  • વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ તકેદારી

કચ્છ (Kutch) જિલ્લાની સંવેદનશીલ દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. વર્તમાનમાં ચાલી રહેલી વૈશ્વિક યુદ્ધની (Global War) પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની પશ્ચિમ સરહદે મરીન ટાસ્ક ફોર્સ (Marine Task Force) દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Kutch ના જખૌ સેક્ટરમાં સઘન પેટ્રોલિંગ

મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર (Jakhau Sector) દ્વારા દરિયાઈ તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન કોસા, લીમલીવાંઢ અને મોહાડી સુધીના દરિયાઈ કિનારાના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલને રોકવા માટે અદ્યતન સાધનો સાથે સર્ચ ઓપરેશન (Search Operation) ચલાવવામાં આવી રહ્યું છે.

Advertisement

Kutch_gujarat_first

Advertisement

Kutch માં માછીમારોને જાગૃત કરાયા

સુરક્ષા દળોએ સ્થાનિક માછીમારો સાથે બેઠક યોજીને તેમને શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી બોટો અને ડ્રગ્સ (Drugs) જેવા કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે માર્ગદર્શન આપ્યું છે. માછીમારોને જણાવાયું છે કે જો દરિયામાં કોઈ પણ અસામાન્ય હિલચાલ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવી.

Kutch_gujarat_first

યુદ્ધના સાધનો અંગે ચેતવણી

વર્તમાન યુદ્ધની સ્થિતિમાં દરિયામાં તૂટી પડેલા જહાજો, બોટો કે મિસાઇલો (Missiles) જેવા યુદ્ધમાં વપરાયેલા સાધનોના અવશેષો તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે. આ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે કે આવી કોઈ પણ વસ્તુને અડક્યા વગર તુરંત પોલીસ કે મરીન કમાન્ડોને જાણ કરવામાં આવે. રાષ્ટ્રની સુરક્ષા કાજે દરિયાઈ બોર્ડર (Marine Border) પર હાલ રાત-દિવસ કડક નિગરાની રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Rajkot : ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો, મદદના બહાને વૃદ્ધોને બનાવતો નિશાન

Tags :
Advertisement

.

×