ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : રૂંવાડા ઊભા કરે એવી ઘટના! ઘરે જતી માતા-પુત્રીને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી અને પછી..!

કચ્છમાં માતાની હત્યા બાદ પુત્રીનું અપહરણ રસ્તામાં આંતરીને મહિલાની ઘાતકી હત્યા કરી માતાની હત્યા બાદ યુવતીનું અપહરણ કરીને આરોપીઓ ફરાર કચ્છ (Kutch) જિલ્લામાંથી એક હચમચાવી ઘટના સામે આવી છે. માતા અને પુત્રી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કેટલાક...
01:56 PM Sep 05, 2024 IST | Vipul Sen
કચ્છમાં માતાની હત્યા બાદ પુત્રીનું અપહરણ રસ્તામાં આંતરીને મહિલાની ઘાતકી હત્યા કરી માતાની હત્યા બાદ યુવતીનું અપહરણ કરીને આરોપીઓ ફરાર કચ્છ (Kutch) જિલ્લામાંથી એક હચમચાવી ઘટના સામે આવી છે. માતા અને પુત્રી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કેટલાક...
  1. કચ્છમાં માતાની હત્યા બાદ પુત્રીનું અપહરણ
  2. રસ્તામાં આંતરીને મહિલાની ઘાતકી હત્યા કરી
  3. માતાની હત્યા બાદ યુવતીનું અપહરણ કરીને આરોપીઓ ફરાર

કચ્છ (Kutch) જિલ્લામાંથી એક હચમચાવી ઘટના સામે આવી છે. માતા અને પુત્રી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કેટલાક આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને માતાની ઘાતકી હત્યા કરીને પુત્રીનું અપહરણ કર્યું હતું અને ફરાર થયા હતા. હત્યા અને અપહરણની આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. ઘટનાની ગંભીરતા જોતા DySP સહિતનાં અધિકારી તપાસમાં જોડાયા છે.

આ પણ વાંચો -Rajkot : કૌભાંડીઓએ તો સ્મશાનને પણ બાકી ન રાખ્યું! અંતિમક્રિયા માટેનાં લાકડાઓમાં પણ કર્યું મસમોટું કૌભાંડ

કચ્છમાં માતાની હત્યા બાદ પુત્રીનું અપહરણ

પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છ (Kutch) જિલ્લાના રાપર તાલુકાનાં ફતેહગઢ (Fatehgarh) નજીક આવેલા સુજાવાંઢ ગામમાં માતા અને પુત્રી પોતાનાં ઘરે જઈ રહ્યાં હતાં. દરમિયાન, રસ્તામાં કેટલાક અજાણ્યા શખ્તો તીક્ષ્ણ હથિયાર સાથે માતા અને પુત્રી પાસે આવ્યા હતા અને તેમને રોક્યાં હતાં. આરોપીએ પુત્રીનું અપહરણ કરવાની કોશિશ કરતા માતાએ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, આરોપીઓએ માતાની ઘાતકી હત્યા કરી હતી અને પુત્રીનું અપહરણ કરી ફરાર થયા હતા.

આ પણ વાંચો -Jamnagar : પતિ રવિન્દ્ર જાડેજાને લઈ પત્ની રિવાબાએ કર્યો મોટો ખુલાસો! સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

માતાની હત્યા બાદ યુવતીનું અપહરણ કરીને આરોપીઓ ફરાર

આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાગડમાં જાહેર માર્ગ પર અપહરણ અને હત્યાનો બનાવ (Kidnap and Murder Case) સામે આવતા DySP, PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે CCTV ફૂજેટની ચકાસણી અને વિસ્તારનાં લોકોની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે હત્યા અને અપહરણ સહિતનો ગુનો નોંધીને તેમની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Gandhinagar : 'શિક્ષક દિવસ' એ TAT પાસ ઉમેદવારોનું ધરણા પ્રદર્શન, સરકાર સમક્ષ કરી આ માગ

Tags :
Crime NewsFatehgarhGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsKidnap and Murder CaseKutchKutch PoliceLatest Gujarati NewsSujawand
Next Article