Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Kutch : બહુચર્ચિત જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આ અગ્રણી આરોપી બનશે!

બહુચર્ચિત જયંતિભાઈ ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક વ્યક્તિને આરોપી બનાવાશે. રાતા તળાવનાં મનજી બાપુને આરોપી બનાવાશે એવી માહિતી સામે આવી છે. વર્ષ 2019 માં કચ્છનાં અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી જ્યારે સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે રેલવે કોચમાં બે શખ્સો દ્વારા તાબડતોડ ગોળીઓ મારીને હત્યા કરાઈ હતી.
kutch   બહુચર્ચિત જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આ અગ્રણી આરોપી બનશે
Advertisement
  1. Kutch, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સૌથી મોટા સમાચાર
  2. રાતા તળાવનાં મનજી બાપુને આરોપી બનાવાશે
  3. મનજી બાપુને આરોપી બનાવવાની અરજી કોર્ટે કરી મંજૂર
  4. ભાનુશાળી સમાજના અગ્રણી છે મનજી ખીયસી ઉર્ફે મનજી બાપુ
  5. ઓધવરામ સત્સંગ મંડળના સ્થાપક છે મનજી ખીયસી

Kutch : બહુચર્ચિત જયંતિભાઈ ભાનુશાળી હત્યા કેસમાં (Jayanti Bhanushali Murder Case) મોટા સમાચાર આવ્યા છે. આ મર્ડર કેસમાં રાતા તળાવનાં મનજી બાપુને (Manji Bapu) આરોપી બનાવાશે એવી માહિતી સામે આવી છે. મનજી બાપુને આરોપી બનાવવાની અરજી કોર્ટે મંજૂર કરી છે. મનજી ખીયસી ઊર્ફે મનજી બાપુ ભાનુશાળી સમાજના અગ્રણી છે. સાથે જ ઓધવરામ સત્સંગ મંડળનાં સ્થાપક પણ છે. અબડાસાના (Abdasa) પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની હત્યા કેસમાં મોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચા છે.

Advertisement

Kutch નાં બહુચર્ચિત હત્યા કેસમાં મનજી બાપુને આરોપી બનાવાશે!

કચ્છનાં (Kutch) અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર નેતા જયંતિભાઈ ભાનુશાળીની હત્યાના કેસમાં (Jayanti Bhanushali Murder Case) આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં રાતા તળાવનાં મનજી બાપુને આરોપી બનાવાશે. માહિતી અનુસાર, ભચાઉ કોર્ટે મનજી બાપુને આરોપી બનાવવાની અરજી મંજૂરી કરી છે. મનજી ખીયસી ઉર્ફે મનજી બાપુ ભાનુશાળી સમાજના અગ્રણી છે અને ઓધવરામ સત્સંગ મંડળના (Odhavaram Satsang Mandal) સ્થાપક પણ છે. કોર્ટે મનજી બાપુને કેસમાં હાજર થવા માટે ફરમાન જારી કર્યું હોવાની પણ વિગતો સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો - Dohod : હુમલો કરી ભાગવા જતા બિશ્નોઈ ગેંગનાં સાગરીત પર પોલીસનું સ્વબચાવમાં ફાયરિંગ

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટા માથાઓની સંડોવણીની ?

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાનાં કેસમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા છે. વર્ષ 2019 માં કચ્છનાં (Kutch) અબડાસાનાં (Abdasa) પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી જ્યારે સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી (Bhuj) અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે રેલવે કોચમાં જ બે શખ્સો દ્વારા તેમના પર તાબડતોડ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી (Manisha Goswami) નું નામ સામે આવ્યું હતું. વર્ષ 2019 માં ગુજરાત CID રેલવે ક્રાઈમની ટીમે આરોપી મનીષા ગોસ્વામી અને સુરજિત ભાઉની (Surjit Bhau) 2019 માં ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Surendranagar : આરોપીએ છરી વડે હુમલો કર્યો, પોલીસે સ્વબચાવમાં પગમાં ગોળી ધરબી

Tags :
Advertisement

.

×