Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch University : પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં નાટક ભજવાતા વિવાદ સર્જાયો

Kutch University માં પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા ફરી વિવાદમાં આવી છે, વર્ષ 2024 માં કરવામાં આવેલી જાહેરાતના અનુસંધાને તાજેતરમાં પ્રોફેસરોની ભરતી માટેના ઇન્ટરવ્યું ગોઠવવામાં આવ્યા હતા. તે બાદ 38 ની જગ્યાએ 32 પ્રોફેસરોને નિમણૂંકના ઓર્ડર આપવામાં આવ્યા હતા, જો કે, આશ્ચર્યની વાત એ છે કે, આ પ્રક્રિયામાં ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ, મેરિટ લિસ્ટ સહિતની વિગતો જાહેર કરવામાં આવી નથી.
kutch university   પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં નાટક ભજવાતા વિવાદ સર્જાયો
Advertisement
  • Kutch University માં પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા ફરી વિવાદમાં આવી
  • 32 પ્રોફેસરોને નિમણૂક પત્રો આપી દેવાતા હોબાળો મચ્યો
  • મેરિટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ જાહેર ન કરાયા
  • પસંદગીના ઉમેદવારો નક્કી કરી પ્રક્રિયા માત્ર નાટક ભજવાયું
  • કુલપતિ અને કુલસચિવ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા
  • ભરતી પ્રક્રિયામાં વિવાદિત લોકોને ઇન્ટરવ્યૂ પેનલમાં બેસાડવામાં આવ્યા
  • શિક્ષણ વિભાગ અને વિજિલન્સમાં સમગ્ર કૌભાંડની ફરિયાદ કરાઈ

Kutch University : કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા વિવાદમાં (Professor Recruitment Controversy) આવી છે, વર્ષ 2024 માં કરવામાં આવેલી જાહેરાતના અનુસંધાને તાજેતરમાં પ્રોફેસરોની ભરતી માટેના ઇન્ટરવ્યું યોજવામાં આવ્યા હતા, તે બાદ નિમણૂંકોના ઓર્ડર આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, યુનિ. તંત્ર દ્વારા ઉમેદવારોની યાદી સંબંધિત કોઇ પણ માહિતી જાહેર કરવામાં આવી નહતી, જેના કારણે કુલપતિ અને કુલસચિવ માટે ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે. આ સાથે ભરતી પ્રક્રિયામાં સામેલ પેનલ સામે પણ અણિયારા સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

Kutch University, 32 પ્રોફેસરોને નિમણૂંક અપાઇ

જાણીતી કચ્છ યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વર્ષ 2024 માં કરવામાં આવેલી જાહેરાતના અનુસંધાને તાજેતરમાં પ્રોફેસરોની ભરતી માટેના ઇન્ટરવ્યું ગોઠવવામાં આવ્યા હતા. તે બાદ 38 ની જગ્યાએ 32 પ્રોફેસરોને નિમણૂંકના ઓર્ડર આપવામાં આવ્યા હતા, જો કે, આશ્ચર્યની વાત એ છે કે, આ પ્રક્રિયામાં ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ, મેરિટ લિસ્ટ સહિતની વિગતો જાહેર કરવામાં આવી નથી. તથા વિવાદીત લોકોને ઇન્ટરવ્યૂની પેનલમાં બેસાડીને સમગ્ર પ્રક્રિયાને નાટક તરીકે ભજવવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -------------- Rajkot : સેન્સ પ્રક્રિયાને 'મૂર્ખ બનાવવાની રમત' ગણાવતા અતુલ પંડિતની પોસ્ટથી હડકંપ

Kutch University, શિક્ષણ વિભાગ અને વિજિલન્સમાં ફરિયાદ

ઉપરાંત બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગ મળે તે પહેલા જ મોટા ભાગના ઉમેદવારો નક્કી કરી લેવામાં આવ્યા હતા, ત્યારે માહિતી ક્યાંથી લીક થવા અંગે સવાલો ઉઠવા પામ્યા છે, આ મામલે કુલપતિ અને કુલસચિવે આર્થિક વ્યવહાર કરીને ગોઠવણ કરી હોવાના ગંભીર આરોપો પણ લગાડવામાં આવી રહ્યા છે, લેવડદેવડ તકરીને પસંદગીના ઉમેદવારોને જ મોકો આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, આ મામલે શિક્ષણ વિભાગ અને વિજિલન્સમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. હવે આ મામલાની તપાસમાં શું સામે આવે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો -------------- DyCM ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, "ગુજરાતને બદનામ કરનારાઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે"

Tags :
Advertisement

.

×