Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

JDUના નેતા લલ્લન સિંહના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો થતા નોંધાઇ ફરિયાદ

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા, જેડીયુના વરિષ્ઠ નેતા લલ્લન સિંહના એક વિવાદાસ્પદ નિવેદન પર રાજકીય વિવાદ વકર્યો છે. કથિત વીડિયોમાં તેઓ એનડીએના સમર્થકોને વિપક્ષી મતદારોને મતદાનના દિવસે ઘરમાં બંધ રાખવા માટે કહી રહ્યા છે. આ મામલે ચૂંટણી પંચે કાર્યવાહી કરતા પટના જિલ્લા વહીવટીતંત્રે લલ્લન સિંહ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આરજેડી અને કોંગ્રેસે આ નિવેદનની આકરી ટીકા કરી છે
jduના નેતા લલ્લન સિંહના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો થતા નોંધાઇ ફરિયાદ
Advertisement
  •  Lalan Singh controversy: બિહારમાં JDUના નેતા લલ્લન સિંહે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
  • વિવાદાસ્પદ નિવેદન બાદ હોબાળો સર્જાતા નોંધાઇ ફરિયાદ
  • નેતા લલ્લન સિંહના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો થયો વાયરલ

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા, કેન્દ્રીય મંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા રાજીવ રંજન સિંહ 'લલ્લન'ના વિવાદાસ્પદ નિવેદનથી મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. મોકામામાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા એક ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કથિત રીતે એનડીએના સમર્થકોને મતદાનના દિવસે વિપક્ષી મતદારોને ડરાવવા અથવા તેમને મતદાન કરવાથી રોકવા માટે કહી રહ્યા છે. આ નિવેદન પર રાજકીય હોબાળો મચ્યા બાદ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

 Lalan Singh controversy:  લલ્લન સિંહે સામે ચૂંટણી પંચે કરી કાર્યવાહી

નોંધનીય છે કે  પટના જિલ્લા વહીવટીતંત્રે આ મામલે મંગળવારે લલ્લન સિંહ વિરુદ્ધ FIR દાખલ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે વીડિયો સર્વેલન્સ ટીમ દ્વારા ફૂટેજની તપાસ કર્યા બાદ આ પગલું ભર્યું છે. આ કેસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Indian Citizen Security Code) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ (Representation of the People Act) ની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. આ પહેલા, ચૂંટણી પ્રક્રિયાના ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચે લલ્લન સિંહને નોટિસ પણ ફટકારીને ખુલાસો માંગ્યો હતો.

Advertisement

Advertisement

Lalan Singh controversy: લલ્લન સિંહના વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ

વિવાદના મૂળમાં રહેલું નિવેદન વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે, જેમાં લલ્લન સિંહ કથિત રીતે કહી રહ્યા છે કે, "કેટલાક લોકો છે, જેમને મતદાનના દિવસે ઘરની બહાર ન નીકળવા દેવા જોઈએ. તેમને તેમના ઘરોમાં બંધ કરી દો. અને જો તેઓ વધારે આજીજી કરે તો તેમને તમારી સાથે લઈ જઈને મતદાન કરાવો અને પછી ઘરે મોકલી દો." જોકે, આ વીડિયોની સત્યતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

વિપક્ષી પાર્ટીઓએ આ નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો છે. આરજેડી (RJD) એ 'X' પર પોસ્ટ કરીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જેમાં લખ્યું છે કે "કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ ચૂંટણી પંચની છાતી પર બુલડોઝર ચલાવતા કહી રહ્યા છે કે ગરીબોને વોટિંગના દિવસે ઘરમાંથી નીકળવા દેવાના નથી! ઘર માં બંધ કરી દેવાના છે, જો વધારે હાથ-પગ જોડે તો પોતાની સાથે લઈ જઈને વોટ ગિરાવવા દેવાનો છે. ક્યાં છે મરેલું આયોગ?" કોંગ્રેસે પણ લલ્લન સિંહનો વીડિયો શેર કરીને ભાજપ-જેડીયુ પર ચૂંટણી પ્રક્રિયામાં ગુંડાગીરી કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:    DGCA એર ટિકિટના રિફંડ નિયમોમાં કરશે મોટા ફેરફાર, બુકિંગના 48 કલાકની અંદર એર ટિકિટ રદ કરવા પર કોઇ ચાર્જ નહીં

Tags :
Advertisement

.

×