ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Landslide in J&K : ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત, સરકાર સતત સંપર્કમાં

Landslide in J&K : રાજૌરીના કાલાકોટ ઉપ-જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે કરા અને ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. જેમાં ભૂસ્ખલન પણ થયું હતું.
01:33 PM Apr 21, 2025 IST | PARTH PANDYA
Landslide in J&K : રાજૌરીના કાલાકોટ ઉપ-જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે કરા અને ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. જેમાં ભૂસ્ખલન પણ થયું હતું.

Landslide in J&K : જમ્મુ-કાશ્મીરમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રામબન જિલ્લાના બનિહાલ (Banihal) વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રામબનમાં સર્જાયેલ કુદરતી આફતમાં અટવાયેલા 50 ગુજરાતી (50 Gujarati passengers) સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે. મોટા ભાગે ગુજરાતીઓ ત્યાં ફરવા માટે ગયા હતા. જે પૈકી તમામ પાલનપુર અને ગાંધીનગરના હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તમામ મુસાફરો સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

સેંકડો પરિવારો બેઘર થઈ ગયા

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. અચાનક આવેલા ભારે પવન અને વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. આ વખતે હવામાને રામબન, રાજૌરી, જમ્મુ અને ઉધમપુરને સૌથી વધુ અસર કરી છે. રાજૌરીના કાલાકોટ ઉપ-જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે કરા અને ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. જેમાં ભૂસ્ખલન પણ થયું હતું. જેમાં સેંકડો પરિવારો બેઘર થઈ ગયા અને સંપત્તિને ભારે નુકસાન થયું હતું. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાલાકોટ અને મોગલા બ્લોકનો સમાવેશ થાય છે, જ્યાં ભારે પવનથી આ વિસ્તાર તબાહ થઈ ગયો હતો. આ ઘટનાક્રમમાં ગુજરાતના 50 લોકો કાશ્મીરમાં ફસાયા હોવાનું સપાટી પર આવ્યું છે. ફસાયેલા તમામ હાલની સ્થિતીએ સુરક્ષિત છે, તે પૈકી મોટાભાગના મુસાફરો પાલનપુર અને ગાંધીનગરના છે. તેઓ કાશ્મીરમાં સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ ફરવા માટે ગયા હતા. તમામ મુસાફરો સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન થકી વહીવટી તંત્ર સંપર્કમાં છે.

સરકાર ફસાયેલા તમામ લોકોની સંભવત તમામ મદદ કરી રહી છે

સુત્રોએ ઉમેર્યું કે, આ ઘટનાક્રમમાં કેટલાક વૈષ્ણોદેવી માતાના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓ પહેલગામ અને શ્રીનગર ખાતે હતા. તેઓ પણ અટવાયા છે. પૂરની પરિસ્થિતી બાદ ત્યાં રસ્તા બંધ કરી દેવામાં આવતા તેઓ અટવાયા હોવાની માહિતી છે. માલપુર અને ધનસુરા તુલાકાના પ્રવાસીઓને રોકી દેવામાં આવ્યા છે. તેઓ શોફિયનના હિરપોરામાં અટવાયા છે. સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકાર ફસાયેલા તમામ લોકોની સંભવત તમામ મદદ કરી રહી છે. અને તેમની સુરક્ષા અને સલામત રીતે પરત લાવવા માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો --- Landslide in J&K : જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની વ્યથા - બાળકો પાણીમાં ડૂબોડીને ખાઇ રહ્યા છે બિસ્કીટ

Tags :
#RambanCloudburst#RambanFloodsGujaratFirstJammuJammuAndKashmir
Next Article