ગોવામાં G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની છેલ્લી બેઠક : ભારતીય ક્રૂઝ ઉદ્યોગમાં ભરપુર સંભાવનાઓ
પ્રવાસન મંત્રી સ્તરની બેઠક તેમજ છેલ્લી G20 પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક સોમવારે ગોવામાં શરૂ થઈ હતી. પૂર્વોત્તર ક્ષેત્રના સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ “મેકિંગ ક્રૂઝ ટુરિઝમ એ મૉડલ ફોર સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સિબલ ટ્રાવેલ” વિષય પર...
Advertisement
પ્રવાસન મંત્રી સ્તરની બેઠક તેમજ છેલ્લી G20 પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક સોમવારે ગોવામાં શરૂ થઈ હતી. પૂર્વોત્તર ક્ષેત્રના સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ “મેકિંગ ક્રૂઝ ટુરિઝમ એ મૉડલ ફોર સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સિબલ ટ્રાવેલ” વિષય પર પ્રથમ સત્રને સંબોધિત કર્યું, જેમાં તેમણે ભારતીય ક્રૂઝ ઉદ્યોગની વિશાળ વૃદ્ધિની સંભાવના પર વાત કરી હતી. આ ઇવેન્ટ દરમિયાન ક્રુઝ ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ.

ભારતીય ક્રૂઝ ઉદ્યોગમાં વિકાસની અપાર સંભાવનાઓ
તેમના સંબોધન દરમિયાન જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, ભારતીય ક્રૂઝ ઉદ્યોગમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે ભારત 7500 કિલોમીટરના દરિયાકાંઠા અને વિશાળ નદીઓ સાથે સંભવિત ક્રૂઝ પ્રવાસન સ્થળોમાંનું એક છે, જ્યાં તેના ઘણા શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો હજુ વિશ્વ સમક્ષ જાહેર કરવાના બાકી છે. રેડ્ડીએ કહ્યું કે પર્યાવરણીય ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને જહાજોના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે 2050 સુધીમાં ચોખ્ખી ઝીરો કાર્બન ક્રૂઝ માટેના ઈનસાઈટ્સ શેર કર્યા.

આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનું ગોવાની ધરતી પર આગમન
અગાઉ, બેઠકમાં હાજર આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનું ગોવાની ધરતી પર આગમન થયું, ત્યારે તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. G20 સભ્ય દેશોના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિવિધ રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક દરમિયાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ક્રુઝ ટુરિઝમ, ગ્લોબલ ટુરિઝમ, પ્લાસ્ટિક ઈનિશિએટિવ અને પબ્લિક પ્રાઈવેટ સેક્ટરની મહત્વપૂર્ણ પહેલોનો સમાવેશ થાય છે. ટુરિઝમ વર્કિંગ ગ્રુપની ચોથી બેઠક 19 થી 20 જૂન દરમિયાન ગોવામાં યોજાશે, જ્યારે પ્રવાસન મંત્રીઓની બેઠક 21 થી 22 જૂન દરમિયાન યોજાશે. 20મી જૂન એટલે કે મંગળવારના રોજ મુખ્ય કાર્યક્રમ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરનો એક અલગ કાર્યક્રમ આયોજીત થશે. આ કાર્યક્રમ, ક્રુઝ ટુરિઝમના વિકાસ માટે ટકાઉપણાંના સિદ્ધાંતના વિવિધ પડકારો અને તકો પર વિચાર-વિમર્શ કરવા માટે 'મેકિંગ ઈન્ડિયા ધ હબ ઓફ ક્રૂઝ ટુરિઝમ' પર યોજવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન, ક્રુઝ ટુરિઝમના બહુવિધ પાસાઓ, દરિયાકાંઠાના રાજ્યોના દ્રષ્ટિકોણ, આંતરદેશીય જળમાર્ગોમાં ખાનગી અને જાહેર હિસ્સેદારો તેમજ નદી કિનારાના રાજ્યોના દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરવામાં આવશે.
પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક ગુજરાતના કચ્છના રણમાં યોજાઈ હતી
ગ્લોબલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ અને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી 21મી જૂને ગોવામાં પર્યટન મંત્રાલય દ્વારા 'જાહેર-ખાનગી સંવાદઃ ધ ઈમ્પોર્ટન્સ ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફોર G-20 ઈકોનોમી'નું પણ આયોજન કરવામાં આવશે. જ્યારે 21મી જૂને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે ગોવા સરકાર દ્વારા વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સત્ર G-20 ના તમામ પ્રવાસન મંત્રીઓ અને પ્રતિનિધિઓને યોગનો અદ્ભુત અનુભવ પ્રદાન કરશે. ગોવામાં G20 પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક અને પ્રવાસન મંત્રી સ્તરની બેઠકનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસને મજબૂત કરવાનો, સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો અને રાજ્યના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક ગુજરાતના કચ્છના રણમાં યોજાઈ હતી જ્યારે બીજી બેઠક સિલીગુડીમાં અને ત્રીજી પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક શ્રીનગરમાં યોજાઈ હતી.


