Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lawrence Bishnoi ગેંગનો Canada માં આતંક, બિઝનેસમેનની હત્યા, સિંગરના ઘરે ફાયરિંગ

ગોલ્ડી ધિલ્લોને પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યા તેની ગેંગ દ્વારા કરવામાં આવી હતી. કારણ કે, તે ડ્રગના મોટા વેપારમાં સામેલ હતો. જ્યારે બિશ્નોઈ ગેંગને ઉદ્યોગપતિ દર્શન સિંહે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો
lawrence bishnoi ગેંગનો canada માં આતંક  બિઝનેસમેનની હત્યા  સિંગરના ઘરે ફાયરિંગ
Advertisement
  • કેનેડામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગને આતંકવાદી જાહેર કરવામાં આવી છે
  • ગેંગ દ્વારા બિઝનેસમેનનું ઢીમ ઢાળી દેવાયું, સિંગરના ઘરે ધડાધડ ફાયરિંગ કરાયું
  • કેનેડામાં લેરેન્સની ગેંગ દ્વારા ભારે દહેશત મચાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે

Lawrence Bishnoi Gang - Canada : લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેનેડામાં (Lawrence Bishnoi Gang - Canada Active Crime) ભારે હાહાકાર મચાવ્યો છે. બિશ્નોઈ ગેંગે કેનેડામાં ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની હત્યા (Businessman Darshan Singh Sahasi Murder) કરી હતી. આ ઘટના બાદ તરત જ, તેઓએ પંજાબી ગાયક ચન્ની નટ્ટનના ઘરે પણ ગોળીબાર (Singer Chani Nattan House Firing) કર્યો. બિશ્નોઈ ગેંગે પાછળથી ફેસબુક પોસ્ટમાં ઘટનાની જવાબદારી સ્વીકારી, ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે.

ગોલ્ડી ધિલ્લોને જવાબદારી લીધી

લોરેન્સ બિશ્નોઈ ગેંગના (Lawrence Bishnoi Gang) સભ્ય ગોલ્ડી ધિલ્લોને (Goldy Dhillon) બંને ઘટનાઓની જવાબદારી સ્વીકારી. ગોલ્ડી ધિલ્લોને પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ઉદ્યોગપતિ દર્શન સિંહની હત્યા તેની ગેંગ દ્વારા કરવામાં આવી હતી. કારણ કે, તે ડ્રગના મોટા વેપારમાં સામેલ હતો. જ્યારે બિશ્નોઈ ગેંગને ઉદ્યોગપતિ દર્શન સિંહે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો, બાદમાં ગેંગે તેની હત્યા કરી દીધી છે.

Advertisement

સરદાર ખેરા સાથે નિકટતાને કારણે નટ્ટનના ઘરે ગોળીબાર

એ નોંધવું જોઈએ કે ચન્ની નટ્ટન (Singer Chani Nattan House Firing) અને સરદાર ખેરા નજીકના મિત્રો છે. સરદાર ખેરા સાથેના ગાઢ સંબંધોને કારણે લોરેન્સના સાથીઓએ ગાયક ચન્ની નટ્ટનના ઘર બહાર ફાયરિંગ કર્યું હતું. ગોલ્ડી ધિલ્લોને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગાયક ચન્ની નટ્ટન સાથે તેમની કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ ન્હોતી, પરંતુ ગોળીબાર ગાયક સરદાર ખેરા દ્વારા પ્રેરિત હતો. સરદાર ખેરા સાથે તેમની વધતી જતી નિકટતાને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "ભવિષ્યમાં સરદાર ખેરા સાથે કોઈ કામ અથવા જોડાણ ધરાવનાર કોઈપણ ગાયક પોતાના નુકસાન માટે જવાબદાર રહેશે." આનાથી સરદાર ખેરાને નુકસાન થવાની પણ ધમકી છે.

Advertisement

બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે

લોરેન્સ બિશ્નોઈ ગેંગને કેનેડાની સરકારે તેની પ્રવૃત્તિઓ માટે આતંકવાદી સંગઠન જાહેર કરી છે. આ નિર્ણય સપ્ટેમ્બર 2025 માં કેનેડામાં બિશ્નોઈ ગેંગની પ્રવૃત્તિઓને કારણે લેવામાં આવ્યો હતો, જેમાં હિંસા, ખંડણી અને ધાકધમકીનો સમાવેશ થાય છે. આતંકવાદી સંગઠન તરીકે જાહેર થવાથી કેનેડિયન કાયદા અમલીકરણને બિશ્નોઈ ગેંગ સામે આતંકવાદી ગુનાઓ ચલાવવા માટે વધુ શક્તિ મળશે.

આ પણ વાંચો -----  જાપાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી કર્યો દાવો, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું

Tags :
Advertisement

.

×