Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya: રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરનારા મુખ્ય આચાર્ય....

Ayodhya Mandir : અયોધ્યા (Ayodhya) થી શોકજનક સમાચાર મળી રહ્યા છે. આ સમાચારના પગલે દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળેલા સમાચાર મુજબ અયોધ્યાના રામ મંદિર (Mandir)ની પ્રાણ પ્રતિષ્ઠા ( Pran Pratishta) કરનારા મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું 90 વર્ષની જૈફ...
ayodhya  રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરનારા મુખ્ય આચાર્ય

Ayodhya Mandir : અયોધ્યા (Ayodhya) થી શોકજનક સમાચાર મળી રહ્યા છે. આ સમાચારના પગલે દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળેલા સમાચાર મુજબ અયોધ્યાના રામ મંદિર (Mandir)ની પ્રાણ પ્રતિષ્ઠા ( Pran Pratishta) કરનારા મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું 90 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. આચાર્ય લક્ષ્મીકાંતે શનિવારે સવારે 6:45 કલાકે વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા હતા. આચાર્ય લક્ષ્મીકાંતના પાર્થિવ દેહનો મણિકર્ણિકા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Advertisement

અયોધ્યા અને કાશીમાં શોકની લહેર

શનિવારે સવારે આચાર્ય લક્ષ્મીકાંતના નિધનના સમાચાર મળ્યા બાદ કાશી અને અયોધ્યાના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાન્યુઆરી મહિનામાં, લક્ષ્મીકાંત દીક્ષિતે અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના માર્ગદર્શન અને મંત્રોચ્ચાર હેઠળ પૂજા કરવામાં આવી હતી.

લક્ષ્મીકાંતનો પરિવાર ઘણી પેઢીઓથી કાશીમાં રહે છે

તમને જણાવી દઈએ કે આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનો પરિવાર કાશીમાં ઘણી પેઢીઓથી રહે છે. લક્ષ્મીકાંત વારાણસીના મીરઘાટ સ્થિત સંગવેદ કોલેજના વરિષ્ઠ શિક્ષક હતા. આ કોલેજની સ્થાપના કાશી રાજાની મદદથી કરવામાં આવી હતી.

Advertisement

લક્ષ્મીકાંત દીક્ષિત યજુર્વેદના ખૂબ સારા વિદ્વાન હતા

સમગ્ર વારાણસીમાં આચાર્યને વેદોમાં ખૂબ જ જાણકાર માનવામાં આવતા હતા. લક્ષ્મીકાંત દીક્ષિતની પણ યજુર્વેદના સારા વિદ્વાનોમાં ગણના થતી હતી. તેઓ હિન્દુ ધર્મમાં કોઈપણ પ્રકારની પૂજા પદ્ધતિ વિશે ખૂબ જ જાણકાર હતા. દીક્ષિતે તેમના કાકા ગણેશ દીક્ષિત પાસેથી વેદ અને ધાર્મિક વિધિઓની દીક્ષા લીધી હતી.

આ પણ વાંચો----- Rain Alert : ઉત્તર ભારતમાં વરસાદથી પારો ઘટ્યો, આ રાજ્યોમાં ચેતવણી અપાઈ

Advertisement

આ પણ વાંચો---- PM મોદી જો ચંદ્રાબાબુ નાયડુની વાત માનશે તો અનોખો મોડલ દેશ બનશે ભારત, અમેરિકાને પણ પછાડી દેશે

આ પણ વાંચો--- Yoga Day 2024 : હિમાલયના બરફીલા શિખરોથી લઈને ગંગાના મેદાનો સુધી યોગનો ક્રેઝ…

આ પણ વાંચો---- International Yoga Day : કાશ્મીરની ધરતી પર PM મોદીએ કર્યા યોગ, કહ્યું- યોગ ફક્ત વિદ્યા જ નહીં વિજ્ઞાન પર છે…

આ પણ વાંચો---- Jammu and Kashmir : PM મોદીએ આપી ચેતવણી, ‘આતંકીઓની હવે ખેર નહીં…’

Tags :
Advertisement

.