ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિવાળી પહેલા Banaskantha માં LCBની ઐતિહાસિક કાર્યવાહી, ₹1.37 કરોડ રૂપિયાનો ઝડપી પાડ્યો દારૂ

Banaskantha : રાજસ્થાન સાથે પોતાની બોર્ડર વહેંચતુ બનાસકાંઠા માટે દારૂ એક સૌથી મોટી સમસ્યા છે, ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ બનાસકાંઠાના ભૂતિયા વિસ્તારોમાં થઈનેપણ ઘુસાડવામાં આવે છે, આ વચ્ચે બનાસકાંઠા એલસીબીએ એક કરોડ 37 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યું છે. બનાસકાંઠાના ઇતિહાસમાં જપ્ત કરવામાં આવેલો દારૂનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે
06:39 PM Oct 15, 2025 IST | Mujahid Tunvar
Banaskantha : રાજસ્થાન સાથે પોતાની બોર્ડર વહેંચતુ બનાસકાંઠા માટે દારૂ એક સૌથી મોટી સમસ્યા છે, ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ બનાસકાંઠાના ભૂતિયા વિસ્તારોમાં થઈનેપણ ઘુસાડવામાં આવે છે, આ વચ્ચે બનાસકાંઠા એલસીબીએ એક કરોડ 37 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યું છે. બનાસકાંઠાના ઇતિહાસમાં જપ્ત કરવામાં આવેલો દારૂનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે

પાલનપુર : ગુજરાતમાં દારૂ નિષેધના કાયદાના કડક અમલીકરણમાં એક વખત ફરી બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે અદ્ભુત કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કુચાવાડા નજીકથી દારૂ ભરેલી એક ટ્રકને ઝડપી પાડવામાં આવી છે. વ્હાઇટ પાવડર (ચૂનાના પાવડર)ની આડમાં ગુપ્ત રીતે દારૂ લઈ જવાતો હતો. આ કાર્યવાહીમાં 890 પેટીમાંથી 23,208 બોટલ દારૂ જપ્ત થયું, જેની કુલ કિંમત ₹1,36,66,848 છે. ટ્રકની કિંમત સામેલ કરતા કુલ મુદ્દામાલની કિંમત ₹1,66,76,848 થાય છે. આ એલસીબીની ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે, જે બુટલેગર્સના જાલસાજીઓને નિષ્ફળ બનાવવાનું પ્રતીક સમાન ગણવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Patan ના હાજીપુર ગામની દીકરી નીમા ઠાકોરે ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મારી બાજી, દેશનું નામ કર્યું રોશન

આ કાર્યવાહી બનાસકાંઠા એલસીબી દ્વારા કરવામાં આવી છે. માહિતી મુજબ, બુટલેગર્સે ટ્રકમાં વ્હાઇટ પાવડરની આડમાં દારૂ છુપાવ્યો હતો, જેથી પોલીસ તપાસ દરમિયાન તે બહાર આવે નહીં. પરંતુ એલસીબીની ટીમે બાતમીના આધારે કુચાવાડા-પાલનપુર હાઈવે પર ટ્રકને અટકાવી અને વિગતવાર તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાવડરની આડમાં છુપાવેલા દારૂની પેટીઓ મળી આવી હતી, જેમાં વિવિધ બ્રાન્ડના ઇમ્પોર્ટેડ અને લોકલ દારૂના બોટલ્સ સામેલ હોવાની માહિતી સામે આવી રહી છે. આ દારૂ રાજસ્થાનથી ગુજરાતના મોટા શહેરોમાં ઘુસાડવાના ઇરાદે લઈ જવાતો હતો, જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વારંવાર થતા પ્રયાસોનો ભાગ માનવામાં આવે છે.

આ કાર્યવાહીમાં ટ્રક ડ્રાઇવર અને સાથીઓને ધરપકડ કરવામાં આવી છે. એલસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, દિવાળી સમયે આવા પ્રયાસો વધી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતાથી તે નિષ્ફળ જાય છે. ગુજરાતમાં દારૂ નિષેધ કાયદાના અમલ હેઠળ આવી કાર્યવાહીઓ વધારી શકાય તેવી નિર્દેશના પણ આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત સૂમ્બેએ કહ્યું, "આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂના વેચાણ અને વિતરણ પર અસર પડશે. આપણે બુટલેગર્સ સામે કડક કાર્યવાહી કરીશું."

આ ઘટના બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દારૂના મામલાઓને ફરીથી ઉજાગર કરી છે. અગાઉ જાન્યુઆરી 2025માં એલસીબીએ થરાદ અને ચિત્રાસણીમાંથી 8 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો હતો, જેમાં બે આરોપીઓને પણ ધરપકડ કરાઈ હતી. આ વખતની કાર્યવાહી તેનાથી પણ મોટી છે અને જિલ્લામાં એલસીબીની કાર્યક્ષમતા દર્શાવે છે. મુદ્દામાલને જપ્ત કરીને તપાસ ચાલુ છે, અને આ કેસમાં વધુ આરોપીઓ સામે કાર્યવાહીની શક્યતા છે.

આ પણ વાંચો- Narmada : ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ : ચૈતર વસાવાએ આપી આંદોલનની ચીમકી

Tags :
#KuchawadaBanaskanthaBootleggerdrugsGujaratPoliceLCBliquorPalanpurProhibition
Next Article